રાધનપુર મા 16 વર્ષ ના કિશોર ની કરપીણ હત્યા કરાઈ ! આરોપીઓ ના નામ જાણી…
રાજ્યમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો હત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજ કોઈને કોઈ હત્યાની ઘટનાઓ તો આપણી સામે આવીને ઉભી જ હોય છે. એવામાં રાધનપુર માંથી હત્યાની આ ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિએ પોતાના દીકરા સાથે મળીને 16 વર્ષીય યુવકને છરીના ઘા ઝીકી દીધા હતા, જે બાદ યુવકને ગંભીર ઈજા થતા તેને તરત જ નજીકની હોસ્પીટલમાં ખસેડી દેવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવારમાં જ યુવકનું મૃત્યુ થયું હતું.
જણાવી દઈએ કે આ મૃતકનું નામ મિતુલ(ઉ.વ.16) જે ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. એવામાં જાણવા મળ્યું છે કે ભાજપના પૂર્વ મહામંત્રી વાસુદેવ પંડ્યાની દીકરી સાથે મૃતક યુવકના પ્રેમ સબંધ હોવાની આશંકા હોવાને લીધે વાસુદેવ અને તેમનો દીકરો ભૌતિક પંડ્યાએ મિતુલ પર છરી વડે હુમલો કરીને ઘાયલ કરી દીધો હતો અને પછી બંને ઘટના સ્થળથી ફરાર થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
મૃતક મિતલ આદર્શ હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો જ્યાં તેની સાથે વાસુદેવભાઈ પંડ્યાની દીકરી પણ અભ્યાસ કરતી હતી, એવામાં બંને વચ્ચે પ્રેમ સબંધ હોવાની શંકા વાસુદેવભાઈને થતા તેઓએ પોતાના દીકરા ભૌતીક સાથે મળીને રવિવાર સાંજે સુમારે મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટર નજીક વારાહી રોડ પર મિતુલને ઉભો રાખ્યો હતો અને પછી તેને ખેચીને ઝાડીઓમાં લઇ ગયા હતા.
આવું થતા મિતુલ બુમાબુમ કરવા લાગ્યો હતો જેના લીધે દુર ઉભેલા પિતાને આ બુમો સંભળાતા તેઓ મિતુલ પાસે દોડી આવ્યા હતા પરંતુ ત્યાં તો ભાતુક અને તેના પિતા વાસુદેવભાઈએ મિતુલને છરીના ઘા પોરવી દીધા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વાસુદેવભાઈ અને તેનો પુત્ર ભૌતિક ઘટના સ્થળેથી ફરાર થયા હતા, જે પછી મિતુલના પિતા રમેશભાઈએ તેને તરત જ ડીસ્ટ્રીકટ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તબિયત ન સુધરતા તેને મહેસાણા ખસેડવામાં આવ્યો હતો જ્યાં મિતુલે અંતિમ શ્વાસ લીધા હતા. મીતુલનું મૃત્યુ થતા તેના દાદા શંકરભાઈ માવાભાઈ ડાભી(ઠાકોર) ના ફરિયાદના આધાર પર ભૌતિક વાસુદેવભાઈ પંડ્યાની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના અંગેની જાણકારી મેળવા માટે સ્થાનિક પોલીસે રાતો રાત સ્કુલ ખોલાવીને મૃતકના મિત્રોની પૂછતાછ કરીને પૂરી જાણકારી મેળવી લીધી હતી. ઘટના સ્થળ પર સોમવારના રોજ એફએસએલની ટીમ પોહચી ગઈ હતી અને લોહીના સેમ્પલ લીધા હતા.