રાજકારણ મા ખળભળાટ! ભાજપે આ 12 મોટા નેતાઓને સસ્પેન્ડ કર્યા…જાણો શુ કારણ હતું
ભાજપ પાર્ટીએ જ્યારથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા બસ ત્યારથી અનેક ઉમેદવારોને ટિકિટ ન મળવાનું દુઃખ થયું. જે વિસ્તારમાં નેતાઓનું પ્રભુત્વ હતું, ત્યાં જ તેઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આપણે જાણીએ છે કે અનેક ભાજપના ઉમેદવારો પાર્ટીમાંથી રાજીનામુ આપીને અપક્ષ તરીકે ઝપલાવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે,ભાજપ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા છે.
હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ નોટીસ બહાર પાડવામાં આવી છે અને આ નોટિસમાં જે જે નેતાઓને સસ્પેડ કરવામાં આવ્યાં છે, તેમનું નામ નોંધવામાં આવ્યું છે. ભાજપ વિરુદ્ધ ગયેલાને બરખાસ્ત કરવાની ચીમકી અગાઉ સીઆર પાટીલે આપી હતી. આ પહેલા પણ 7 જેટલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 19ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, બીજા તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે નીચે મુજબના અગ્રણીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તે બદલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની સુચનાથી આજરોજ તારીખ 22-11-2022થી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડોદરાના વાઘોડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ, પાદરાથી દિનભાઈ પટેલ તથા સાવલીથી કુલદીપસિંહ ઉદેસિંહ રાઉલ સામેલ છે.આણંદના ખંભાતથી અમરશીભાઈ ઝાલા અને ઉમરેઠથી રમેશભાઈ ઝાલાને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુધ શ્રીવાસ્તવ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયાથી પાર્ટીએ અશ્વિનભાઈ નટવરભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.વડોદરાની વાઘોડિયા બેઠકથી ભાજપના ‘વિવાદિત’ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપી દીધું હતું.
બનાસકાંઠાના ધાનેરામાંથી માવજી દેસાઈ અને ડીસાથી લેબજી ઠાકોરને પણ પક્ષમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ડીસાથી પ્રવીણભાઈ માળીને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે.મહિસાગરના લુણાવાડાથી અપક્ષ ઉમેદવારી નોંધવવા બદલ પાર્ટીએ જે.પી.પટેલ અને એસ.એમ.ખાંટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.