વાલિઓની ઊંઘ ઉડાડે તેવો કિસ્સો વડોદરા ની 12 વર્ષની બાળકી ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે જોઈ ચોકી જશો…જુઓ શુ છે
મીડિયા દ્વારા અનેક એવા તબીબો કિસ્સાઓ સામેં આવતા હોય છે, જે વ્યક્તિઓ માટે ચેતવણી સમાન હોય છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે, વાલિઓની ઊંઘ ઉડાવી દેશે. સૂત્ર દ્વારા જાણવા વડોદરા ની 12 વર્ષની બાળકી ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે જોઈ ચોકી જશો. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બાળકી સાથે એવી તે શું ઘટના બની હતી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સયાજી હોસ્પિટલમાં કિશનવાડી વિસ્તારના એક પરિવારની 12 વર્ષની બાળકીનેદાખલ કરવામાં આવેલ અને ડોક્ટરે સર્જરી કરીને પેટમાંથી એવી વસ્તું નીકળી કે પોલીસ પણ ચોંકી ગઈ. ડો.દિલીપ ચોકસીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન આ પ્રકારની વિવિધ સર્જરી કરી, જરૂરિયાતમંદ દર્દીઓને રાહત આપવામાં આવે છે.
સર્જરી દરમિયાન દીકરીના હોજરીમાંથી વાળના ગુચ્છાની પત્થર જેવી સખત ગાંઠ કાઢી હતી. સર્જરી વિભાગના સિનિયર સર્જન અને સહ પ્રાધ્યાપક ડો.ડી.કે.શાહનું અનુમાન છે કે આ બાળકી લાંબા સમયથી વાળ ખાતી હોવી જોઈએ. કારણ કે તેના લીધે બંધાયેલી 80 સેમીની ગાંઠ આખી હોજરીમાં ફેલાઈને આંતરડા સુધી પહોંચી ગઈ હતી.ખાસ વાત એ છે કે, પરિવારને બાળકી ચોક અને માટી ખાય છે, પણ વાળ ખાય છે એવી ખબર જ ન હતી..!! આ ગાંઠને લીધે હોજરીમાંથી ખોરાક આગળ જ વધતો ન હોવાથી બાળકીને ઊલટીઓ થતી હતી.
બાળકીને કોઈ મનો ચિકિત્સકિય સમસ્યા ન હતી પણ અખાદ્ય વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા – ઇમ્પલ્સના નિયંત્રણમાં ઉપયોગી થોડીક દવાઓ અમે આપી અને પરિવારને બાળકોને આ પ્રકારની આદતો ન પડે એ માટે તેમના નિરીક્ષણની સલાહ આપી. ઘણીવાર કેલશ્યમ જેવા તત્વોની ઉણપને લીધે બાળકોમાં ચોક, માટી, કચરો, વાળ જેવી અખાદ્ય વસ્તુઓ ખાવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે. પરિવારે તેમની આદતોનું નિરીક્ષણ કરી, જ્યાં વિકૃતિ દેખાય ત્યાં સુધરવાની કાળજી લેવી જોઈએ. અન્યથા આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો