કથાકાર જીગ્નેશ દાદા એ ચુંટણી બાબતે વ્યાસપીઠ પર થી લોકો ને વિનંતી કરતા કહ્યુ કે “મતદાન કરવા જાવ ત્યારે…..જુઓ વિડીઓ
હાલમાં ચારોતરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને સૌ કોઈ ચૂંટણીનાં પ્રચારમાં વ્યસ્ત છે તેમજ ચૂંટણીપંચ અને સમાજના અનેક વ્યક્તિઓ, કલાકારો સંતો અને મહાન પુરુષો દ્વારા મતદાન જાગૃતિમાં સહભાગી થયા છે. આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયા પર અનેક મતદાન અપીલના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં સૌથી વધારે કથાકાર જીજ્ઞેશદાદાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
જીગ્નેશદાદાએ વ્યાસપીઠ પર બેસીને તમામ શ્રાવકોને મતદાન અંગે જાગૃત કરેલ અને એ પણ કહ્યું હતું કે આ વ્યાસપીઠ ક્યારેય પણ પક્ષપાત નથી કરતી. વ્યાસપીઠ પર જ બેસીને જીગ્નેશ દાદાએ કહ્યું કે, મત દેવા જાવ ત્યારે ઇવીએમ મશીન સામે ઊભા રહીને એક ક્ષણ માટે આંખ બંધ કરીને બની આંખોમાં એકવાર તિરંગાને જોજો.
તિરંગાને જોઈને એટલું જ કરજો કે એ તિરંગાની આન, બાન અને શાન જેના દ્વારા સંસાર અને દુનિયામાં લહેરાઈ રહી છે, જેના દ્વારા એનું રક્ષણ થઈ રહ્યું છે અને થવાનું છે એના નિશાન પર આંગળી મૂકજો. હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ બાપુનાં આ વિચારને બિરદાવી પણ રહ્યા છે અને ઘણા લોકો આ વીડિયો પર પોતાના મંતવ્યો રજૂ કરીને ટીકાઓ પણ કરી રહ્યા છે.
જીગ્નેશદાદા એ કોઈપણ પાર્ટીના પક્ષમાં નહિ પરંતુ રાષ્ટ્રનાં હીતનું વિચારિને દરેક નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી છે. બાપુ એ જે પણ કઈ વાત કરી છે, તેનો હેતુ એજ છે કે, દરેક મતદારોને વિનંતી છે કે, લોકતંત્ર ના આ મહાપર્વમા જરૂર ભાગ લેજો, વધારેમા વધારે મતદાન કરજો. ખરેખર લોકશાહીના આ દેશમાં મતદાન કરવું એ જનતાની પ્રથમ ફરજ છે. આગામી 1 અને 5 ડિસેમ્બર અવશ્ય મતદાન કરજો અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરજો.