Gujarat

વડોદરા : બેફામ બોલેરા ચાલકે વિહાર પર જતાં જૈન સાધ્વીનો જીવ લીધો, એવો અકસ્માત બન્યો કે…..

આપણે સૌ કોઇ જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક પ્રકારના રોડ અકસ્માતનાં બનાવો બની રહ્યા છે, ત્યાઈ હાલમાં જ પાલેજથી કરજણ પગપાળા જઈ રહેલા સાધ્વીજીનું દેથાણ ગામ પાસે બોલેરો જીપની અડફેટે કરુણ મોત થયું છે.આ દુઃખદાયી ઘટના અંગે આપણે વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ બનાવ કઈ રીતે બન્યો છે. હાલમાં તો જૈન સમુદાયમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

જૈન સમાજમાં શોકમય લાગણી ફેલાવી દેનાર આ બનાવ અંગે કરજણ પોલીસે વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો
કરજણ નવા બજારમાં આવેલી 15, મધુવન સોસાયટીમાં રહેતા મયુરભાઇ કિરીટભાઇ શાહ મીયાંગામ કરજણમાં અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે. અને છેલ્લા પાંચ વર્ષથી જૈન સાધ્વીજીના વિહાર સેવાનું કામ કરે છે. કરજણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જાણવા મળ્યું હતું.

આજે વહેલી સવારે 5 વાગે મયુરભાઇ શાહ, પંકિતભાઇ શાહ, કમલેશકુમાર શાહ અને હર્ષિલકુમાર શાહ ઉદયરતન સુરી મહારાજ સાહેબ થાણા-5, તથા સાધ્વીજી પર્વાધિરત્નાશ્રીજી મહારાજ સાહેબ થાણા-3 સાથે પાલેજથી કરજણ પગપાળા આવી રહ્યા હતા.દરમિયાન દેથાણ ગામ નજીક વસંત વિહાર જૈન દેરાસર પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ભરૂચ તરફથી પુરપાટ કરજણ તરફ જઇ રહેલા બોલેરો પીકઅપ વાનના ચાલકે સાધ્વીજી પર્વાધિરત્નાશ્રીજી મહારાજ સાહેબને અડફેટમાં લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગંભીર રીતે ઇજા પામેલા સાધ્વીજીને તુરતજ કરજણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.વિહાર સેવામાં ગયેલા મયુરભાઇ શાહે આ બનાવની જાણ કરજણ પોલીસને કરતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. તે બાદ પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!