ડાયરા કલાકાર હકભા ગઢવી નો ચુંટણી બાબતે કટાક્ષ ! સૌ કોઇ એ જાણવા જેવી બાબત… જુઓ વિડીઓ
ગુજરાતમાં ચારો તરફ માત્ર ચૂંટણીનો રંગ જામ્યો છે. નેતાઓથી લઈને ગુજરાત રાજ્યના તમામ લોકો ચૂંટણી પ્રચાર અને મતદાન અંગે લોકોને જાગૃત કરી રહ્યા છે,ત્યારે હાલમાં જ ગુજરાતનાં લોકપ્રિય ગાયક કલાકાર હકાભા ગઢવીએ પોતાના અંદાજમાં જ ચૂંટણી અંગેનો કટાક્ષ કરતો વીડિયો સોશીયલ મીડિયામાં અપલોડ કર્યો છે. ખરેખર આ વિડીયો હાલમાં સોશીયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને એ જરૂર વિચાર આવશે કે આ ચૂંટણીનો અવસર કેવો હોય છે.
મતદારોને રિઝવવા માટે દરેક પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. તમામ પાર્ટીના ઉમેદવારો ડૉર-ટૂ-ડૉર કેમ્પેઈન કરીને પોતાને મત આપવાની અપીલ કરી રહ્યાં છે. એવામાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય તેમ કટાક્ષ કરતું એક ગીત પોતાની શૈલીમાં રજૂ કર્યું છે અને આ ગીતના એક એક બોલ ગુજરાતની જનતાને ચૂંટણીથી વાકેફ કરાવે છે. ચાલો અમે આપને જણાવીએ આખરે હકાભા શું બોલ્યા.
આપણે જાણીએ છે કે, મોરબી જિલ્લાના લોકસાહિત્યકાર હકાભા ગઢવી હંમેશા પોતાની સેવાકીય કામગીરીના લીધે ચર્ચાઓમાં રહે છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે પોતાનું યોગદાન આપવા માટે તેમને ‘ચૂંટણીનો ચમકારો રોજ કરે પૈસામાં ઘમકારો.. આયો ચૂંટણીનો ચમકારો’ ગીત ગાયું છે અને આ વીડિયો હાલમાં જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. હાસ્ય કલાકાર હકાભા ગઢવી ચૂંટણી સમયે થતી પૈસાની રેલમ છેલ અને નેતાઓની નફ્ફટાઈ વિશે વર્ણન કર્યું છે.
ચૂંટણીનો ચમકારો રોજ કરે પૈસામાં ઘમકારો, આયો ચૂંટણીનો ચમકારો.5 વર્ષે પગે લાગે ને પછી નેતા સુવે ને જનતા જાગે, આયો ચૂંટણીનો ચમકારો.નાત-જાતના વાડા કરેને પછી સમાજમાં થાય તકરારો, આયો ચૂંટણીનો ચમકારોતૈણ પક્ષ, ચોથો પક્ષ એમાં કોઈનો નથી ઈજારો, આયો ચૂંટણીનો ચમકારોપારકાને એ પોતાના ગણે પછી જવાબ આપે નહીં સારો, આયો ચૂંટણીનો ચમકારો. હું સમજુ છું, તમે પણ સમજજો, નેતા ચૂંટજો સારો, આયો ચૂંટણીનો ચમકારો.
ખરેખર હકાભાના આ શબ્દો થોડામાં ઘણુંબધું કહી જાય છે.
View this post on Instagram