બારડોલી : પિતા પુત્ર ઉપરથી ટ્રક ફરી વળ્યો છતા જીવ બચી ગયો ! જુઓ cctv વિડીઓ
ખરેખર ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક રોડ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં જ બારડોલીમાં રોડ અકસ્માતનો બનાવ બન્યો અને આ ઘટનાનો વિડીયો હાલમાં સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઘટનામાં પિતા અને પુત્રને ટ્રકે આવીને અડફેટે લઈ લીધેલ અને પિતાની નજર સામે જ દીકરાને કચડી નાખ્યો પરંતુ આ બનાવમાં એક ચોંકાવનારી અને આશ્ચયજનક ઘટના બની એ અમે આપને જણાવીશું.
આજ રોજ બારડોલીમાં અકસ્માતના એક એવા CCTV સામે આવ્યા છે જે તમને અંદરથી હચમચાવી દેશે. સુરતના એ.કે. રોડ ખાતે રહેતા ભરત મહેતા કે જેઓ મૂળ મુંબઈના મલાડ ખાતે રહે છે. 3 દિવસ પહેલાં જ તેઓ સુરત ખાતે રહેવા આવ્યા હતા. ત્યારબાદ કાલે તેઓ તેમના 17 વર્ષીય પુત્ર અક્ષદને એક્ટિવા પર બેસાડી તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતી તેમની બહેનને ત્યાં જવા માટે નીકળ્યા હતા ત્યારે બારડોલીના સુરતી જકાતનાકા નજીક પિતા-પુત્રએ એક્ટિવા સાઈડ પર ઊભું રાખી વ્યારા તરફ જવાનો રસ્તો પૂછી રહ્યા હતા ત્યાં ટ્રકે પિતા અને પુત્રને અડફેટે લઈ લીધા.
કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે છે. આ બનાવમાં પિતા તો સાઈડમાં જ રહી ગયા હતા પરંતુ 17 વર્ષનો અક્ષદ ટ્રક નીચે કચડાઈ ગયો હતો અને આ કારણે તેને ડાબા પગે અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. હાલમાં આ બનાવ અંગે બારડોલી પોલીસને જાણ કરી ન્યાયની માંગ કરી છે. અકસ્માતનો ભોગ બનનારે જણાવ્યું હતું કે અમે સાક્ષાત યમરાજના દર્શન કર્યા હોય તેવું લાગ્યું.
આ બનાવ અંગે CCTVમાં જેમ જોઈ શકાય છે કે પાછળથી એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલા પિતા-પુત્રને તેમની એક્ટિવા સાથે અડફેટે લીધા બાદ પિતા ટ્રકની સાઈડમાં પટકાયાં. જ્યારે પુત્ર ટ્રકની નીચે આવી જતાં દૃશ્યો CCTVમાં કેદ થયા હતા.ટ્રકચાલકની બેદરકારીના કારણે ટ્રક પિતાના આંખોની સામે જ પુત્ર ઉપર ફરી વળી હતી. જ્યાં પુત્ર ટ્રકની વચ્ચે ખસેડાઈ જતાં તેનો જીવ તો બચી ગયો હતો.