Gujarat

કિર્તીદાન ગઢવી ને મતદાન આપવા જતા સમયે અટકાવી 1 કલાક સુધી બેસાડી દેવામા આવ્યા ! મામલો કલેક્ટર સુધી પહોંચ્યો…જાણો વિગતે

આજ રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, ત્યારે તમામ ગુજરાતીઓ એ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે. મતદાનને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યુ છે, કિર્તીદાન ગઢવી ને મતદાન આપવા જતા સમયે અટકાવી 1 કલાક સુધી બેસાડી દેવામા આવ્યા ! મામલો કલેક્ટર સુધી પહોંચ્યો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. આજ રોજ કીર્તિદાન ગઢવી રાજકોટમાં માધાપુર તાલુકા શાળામાં મતદાન મથકે પહોંચ્યા હતા.

કીર્તિદાન ગઢવી ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે ખુદ તેઓ જ ચૂંટણીના નિયમો ભૂલી ગયા હતા, અને ડિજીટલ ડોક્યુમેન્ટ્સના આધારે વોટ દેવા ગયા હતા અને માન્ય પુરાવા વગર વોટ કરવા જતાં કીર્તિદાન અટવાયા હતા. ચૂંટણીમાં મતદાનના નિયમો હોય છે. જરૂરી પુરાવાના આધારે જ વ્યક્તિને મતાધિકારનો ઉપયોગ કરવા મળે છે.કીર્તિદાન ગઢવી પાસે હાર્ડ કોપી નહોતી એટલે અધિકારીઓએ તેમને બેસાડી રાખ્યા હતા.

કીર્તિદાન ગઢવીએ મતદાર ઓફિસરે મોબાઈલમાં ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. ત્યારે અધિકારીએ કીર્તિદાનને કહ્યું કે, આધાર કાર્ડ લઈને આવો. કીર્તિદાન આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગર વોટ કરવા પહોંચ્યા હતા. કીર્તિદાન ગઢવી પોતે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં મતદાનના નિયમો ભૂલી ગયા હોય એવું લાગ્યું હતું. પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા.

આખરે તેમને ત ઝેરોક્સ કોપી પર સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જેના બાદ તેમને મતદાન કરવા મળ્યુ હતું. આ કીર્તિદાન ગઢવીના જીવનનું પહેલુ મતદાન તો ન હતું કે તેઓને નિયમોની ખબર નહિ હોય. છતાં તેઓ પુરાવા વગર મતદાન આપવા પહોંચ્યા હતા, અને ચૂંટણીના નિયમો પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે કે, ચૂંટણી પંચ દ્વારા વારંવાર મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમો ચલાવાતા હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!