ગુજરાતનુ કલંકીત ગામ જ્યાની દરેક કહેલા કરે છે દેહ વ્યાપાર નો ધંધો ! જાણો ક્યા આવેલું છે અને શા માટે…
આજે અમે ગુજરાતનાં એક એવા ગામ વિશે વાત કરીશું જ્યાં દરેક મહિલાઓ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી છે. આ ગામ ગુજરાતનો જ એક ભાગ હોવા છતાં પણ ચૂંટણીથી વંચિત છે.ચૂંટણી પંચ દ્વારા પણ રેડ લાઈટ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ બનાસકાંઠાના થરાદ તાલુકામાં સેક્સ વર્કરોના ગામ તરીકે કુખ્યાત વાડિયા નામનું ગામ ચૂંટણી પંચના અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના કાર્યકરોથી અસ્પૃશ્ય છે.
અમે આપને જણાવી દઈએ કે પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી થરાદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સામે ચૂંટણી લડી રહ્યા છે. વાડિયા ગામની વસ્તી 700 આસપાસ છે. જેમાં 50 પરિવારો પરંપરાગત રીતે દેહવ્યાપાર પર નિર્ભર છે. આ પ્રથાને અહીં સમાપ્ત કરવા માટે સામાજિક કાર્યકરોના અથાક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
અગાઉની ચૂંટણીમાં પણ આ ગામની ઉપેક્ષા કરવામાં આવી હતી.ઉમેદવારો પણ આ ગામમાં આવતા નથી. આ ગામ ના લોકો અનેક કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત છે. ગામમાં રસ્તા કે આરોગ્ય કેન્દ્ર જેવી કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી. અમારા પ્રશ્નો હલ કરવાની કોઈ હિંમત કરતું નથી. જોકે, તેણે એ નથી જણાવ્યું કે. તે કઈ નોકરી કરે છે.
ગામની શાળામાં ઓરડા નથી અને વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરે છે. જે સરકારી અધિકારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વાડિયાથી દૂર રાખે છે. કેટલીકવાર જે લોકો સેક્સ વર્કર્સનો સંપર્ક કરવા માંગતા હોય તેઓ ઓફિસર બનીને થરાદ-ધાનેરા હાઈવે પરથી આ ગામમાં જવાનો રસ્તો પૂછે છે. જ્યારે વાસ્તવિક સરકારી અધિકારીઓ, જાહેર કાર્યકર્તાઓ અથવા રાજકીય નેતાઓ ક્યારેય આ સ્થળની મુલાકાત લેતા નથી. ખરેખર ચોંકાવનારી વાત કહેવાય કે, આજના સમયમાં પણ આવી હાલત છે.