Gujarat

લગ્ન મા ચેતી જજો ! વડોદરા મા સુટબુટ પેરીને આવેલા ટાબરીયા એ લાખો રુપીઆનો ખેલ પાડી દીધો…જાણો વિગતે

હાલમાં ગુજરાતમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. મોટા મોટા શહેરોમાં પાર્ટી પ્લોટમાં જાજરમાન રીતે લગ્ન યોજાય રહ્યા છે, ત્યારે હાલમાં ટાબરીયા ગેંગનો કહેર સામે આવ્યો છે. એકી સાથે ને બે-બે જગ્યાએ આ ગેંગ દ્વારા સોનાનાં દાગીનાની લૂંટ મચાવી છે. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે આ ગેંગ એ કઈ રીતે ચોરી કરે છે.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને ચેતવણી સમાન છે.

આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરની આજવા ચોકડી નજીક ભાઇકાકા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી ટાબરીયા ગેંગએ સોનાના દાગીના ચોરી હતી અને તાત્કાલિક જ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયેલ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સાંઇનાથ ફ્લેટમાં રહેતા કરણ મનસુખાનીના ભાઈ નીતિન મનસુખાનીનું લગ્ન ગત 27 નવેમ્બરના રોજ આજવા ચોકડી પાસે આવેલા ભાઇકાકા પાર્ટી પ્લોમાં શુભ લોનમાં આયોજીત કર્યું હતું.

ટાબરીયા ગેંગ ચોરી કરવામાં પણ ભારે ભેજુ ચલાવે છે ટાબરિયા ગેંગના એક સગીર શૂટ પહેરીને આવ્યો હતો. આ દરમિયાન સગીર નજર ચુકવી સોનાના દાગીના ભરેલી થેલી લઈને ફરાર થઇ ગયો હતો. તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ થેલીમાં સોનાના બે મંગળસૂત્ર, ત્રણ સોનાની વીંટી, કાનની બુટ્ટી અને પેન્ડન્ટ હતા.આ મામલે તપાસ કરતા એક સગીર દાગીનાની થેલી લઇને જતો કેમેરામાં કેદ થયેલ અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સગીરે 1 લાખ 27 હજારનાં દાગીના ચોરી કરેલ.

વડોદરાનાં પાર્ટીમાં પ્લોટમાં જે રીતે ઘટના બની એવી જ ઘટના
ચાંદખેડાના એક પાર્ટી પ્લોટમાં બની હતી. ટાબરિયા ગેંગ ખાસ કરીને પાર્ટી પ્લોટમાં યોજાતા શ્રીમંતોનાં લગ્નને ટાર્ગેટ બનાવે છે અને મહિલામાં દાગીના ચોરી કરીને ફરાર થઈ જાય છે. ચાંદખેડામાં પણ અદાણી રિયલ કંપનીના એસોસિએટ જનરલ મેનેજરની દીકરીના લગ્ન સમારોહમાંથી ટાબરિયા ગેંગ રોકડ, દાગીના અને મોબાઇલ મળીને કુલ રૂ.4.72000 ચોરી કરેલ અને આ તમામ બમાવ સીસીટીવીમાં કેદ થયેલી ટાબરિયા ગેંગની તસવીરના આધારે પોલીસે તેમને પકડવા તજવીજ શરૂ કરી છે.

રામક્રિષ્ન રામઉજાગીર મિશ્રાશાંતિગ્રામ ટાઉનશિપમાં અદાણી રિયલ કંપનીમાં એસોસિએટ જનરલ મેનેજર તરીકે 12 વર્ષથી નોકરી કરે છે. રામક્રિષ્નની દીકરી સૌમ્યાના લગ્ન 25 નવેમ્બરે ચાંદખેડામાં આવેલા ગણેશ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યા હતા.આ પાર્ટી પ્લોટના એક રૂમમાં મહિલાઓ અને કન્યા માટે ઉતારો આપવામાં આવ્યો હતો. તે રૂમમાં રામક્રિષ્નના પત્ની નિલમબહેને એક પર્સમાં રૂ.4.17 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડા રૂ.50 હજાર તે રૂમમાં મુકયા હતા. જોકે રાતે લગભગ 12.30 વાગ્યાથી 12.45 વાગ્યા દરમિયાનમાં 12થી 14 વર્ષનો કિશોર રૂમમાંથી પૈસા અને દાગીના ભગેલું પર્સ ચોરી ગયો હતો.આ અંગે રામક્રિષ્ન મિશ્રાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ગેંગમાં આરોપીઓ કિશોરવયનાં છે અને આ જ કારણે આ ગેંગ ટાબરીયા ગેંગ તરીકે લૂંટફાટ મચાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!