અમદાવાદ: જો તમારે પણ બાકી બિલ ભરવાના ફોન આવે તો ચેતી જજો ! અમદાવાદના ડોક્ટર બેંક એકાઉન્ટ માથી બે લાખ રુપીઆ ઉપડી ગયા…
આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે એવા બનાવો બને છે કે આપણે કલ્પના ન કરી શકીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, લાઈટનુ બિલ ભરવાનું બાકી છે તેવા મેસેજ અને ફોન કરીને ગેંગ દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી.
હાલમાં જ આ એક ઘટના અમદાવાદમાં ડૉક્ટર સાથે બની છે. લંડનમાં ઓર્થોપેડિક તબિત તરીકે ફરજ બજાવી ચૂકેલા 78 વર્ષના વૃદ્ધ સાથે લાઈટનું બિલ ભરવાનું બાકી હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે.
આરોપીઓએ ઓટીપી મેળવીને ગઠિયાઓએ તેમના ખાતામાંથી 2 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની વિગતો મળી રહી છે. ડોક્ટરને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે તો તેમણે અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.લંડનમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા ડૉક્ટરને 29 નવેમ્બરે રાત્રે ફોન આવ્યો હતો અને તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમનું લાઈટનું બિલ ભરવાનું બાકી છે અને નહીં ભરો તો લાઈટ કપાઈ જશે તેવી વાત કરવામાં આવી હતી.
આરોપીએ અપૂર્વ ગુપ્તા તરીકે ઓળખાણ આપીને કહ્યું કે તમારે વીજળીના બિલના 11 રૂપિયા ભરવાના બાકી છે. જો એ અત્યારે નહીં ભરો તો તમારા ઘરની લાઈટ 2 કલાકમાં કપાઈ જશે. તેમને એક લિંક સાથે મેસેજ કરવામાં આવ્યો હતો. આ પછી ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગે તેમને એક પછી એક એમ કુલ 36 OTP મોકલ્યા હતા આ OTP મેળવીને ગઠિયાએ તેમના બેંક અકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
10 મિનિટમાં ડૉક્ટરના ખાતામાંથી 2 લાખ રૂપિયા ઉપડી જતા તેમણે આ અંગે સાઈબર ક્રાઈમ પોલીસને જાણ કરીને તેમની બેંકમાંથી રૂપિયા ઉપાડનારા શખ્સ સામે ફરિયાદ કરી હતી. તેમણે પોતાના ખાતામાંથી રૂપિયા ઉપડવાનું શરુ થતા બેંક અકાઉન્ટ પણ બંધ કરાવ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.