ખેડુત ભીખાભાઈ પટેલે પોતાના પુત્રના લગ્નની કંકોત્રી મા એવો સંદેશ લખાવ્યો કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. જુઓ શુ છે
હાલમાં ચારોતરફ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે દરેક લોકો લગ્ન કંકોત્રીમાં હવે પ્રેરણાદાયી સંદેશ લખાવવાનું શરૂ કર્યું છે અને હવે એક રીતે જોઈએ તો આ ટ્રેન્ડ બની ગયો છે. હાલમાં જ સોશીયલ મીડિયામાં આવી અનેક પ્રકારની કંકોતરીઓ વાયરલ થયેલ જેમાં અનેક પ્રકારના વિષય પર સંદેશ લખવામાં આવ્યા હતા જે લોકો માટે ઉપયોગી નિવેડે છે.ખરેખર આ એક ઉમદા વિચાર છે કારણ કે આમંત્રણની સાથે એક સંદેશ મળી રહે છે.
હાલમાં જ એક ખેડૂત ભીખાભાઈએ પણ પોતાના પુત્રને લગ્નની કંકોત્રીમાં એક ઉમદા મેસેજ લખાવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સદાતપુરા ગામના વતની ભીખાભાઈ પટેલે પરિવારમાં ચર્ચા વિચારણા કરીને લોકોને મતદાન અવશ્ય કરશો તે અંગે નમ્ર ભાવે અપીલ કંકોત્રી દ્વારા કરી છે. ભીખાભાઇ પટેલના સુપુત્ર વિશાલની લગ્નની આમંત્રણ પત્રિકામાં મતદાન અવશ્ય કરશોનો સિક્કો મારીને મતદાન માટે પ્રેરિત કર્યા છે. કંકોત્રીમાં લખાવ્યું છે કે, આપ શ્રીને નમ વિનંતી તા. 5 / 12 / 2022 નાં રોજ મતદાન અવશ્ય કરજો.
કંકોત્રી મારફતમતદાન માટે સગા સંબંધીઓને પણ પ્રોત્સાહિત કર્યા છે. લોક્શાહી પર્વનો અવસર જ્યારે આપણા આંગણે દર પાંચ વર્ષે આવતો હોય છે. ત્યારે આ અવસરમાં પણ જનભાગીદાર થવાનો લોકોને મોકો મળે છે. ભીખાભાઈએ પણ કહ્યું હતું કે ” એક મારા દિકરાના લગ્ન અને બીજો દેશની લોકશાહીનો પર્વ. આવો આપણે સૌ સાથે મળીને આપણા લોકશાહીના સહિયાર આ અવસરને હર્ષોલ્લાસ સાથે શોભાવીએ. ”
આ વિચારધારા ધરાવતા સદાતપુરાના ખેડૂત ભીખાભાઇ પટેલે અવશ્ય મતદાન અંગે લોકોને કંકોત્રીના માધ્યમ થકી અનોખી રીતે સંદેશો પાઠવ્યો છે. ભીખાભાઇના દિકરાના લગ્ન નિમિત્તેનો સત્કાર સમારંભ તા.5 ડિસેમ્બર 2022ના રોજ અને ભોજન સમારંભ અમે સવારે 11 કલાકે નક્કી કરેલો હતો પણ લોકો મતદાનમાંથી વંચિત ન રહી જાય અને ભોજનથી પણ વંચિત ન રહી જાય આથી બન્ને રૂડા પ્રસંગને દિપાવવા ભોજન સમારંભમાં ફેરફાર કરી સાંજના ૫ કલાકે રાખ્યો છે.
સગા સબંધીઓ સવારે પોતાનો મુલ્યવાન મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી શકે તથા સાંજના અમારા શુભપ્રસંગને શોભાવી શકે. ભીખાભાઈ પટેલનાં દીકરા વિશાલના લગ્નની 1000 જેટલી પત્રિકાઓ છપાવેલી છે અને અવશ્ય મતદાન અંગેનો સંદેશો સગા સબંધીઓ સુધી પહોંચી ગયેલો છે.