છોટા ઉદેપુર : એક નાની એવી ભુલ ના કારણે કિશોર ને દર્દનાક મોત મળ્યુ ! બની એવી ઘટના કે
ઘણી વખત આપણી નાની એવી ભુલ ના લીધે આપણે ઘણુ જ ગંભીર પરિણામ ભોગવવું પડતુ હોય છે જ્યારે હાલ જ આવી જ એક ઘટના ગુજરાત છોટા ઉદેપુર ના પાવી જેતપુર મા બની હતી જેમા નાની એવી બેદરકારી ના લીધે એક કિશોર નુ મોત થયું હતું જેના લીધે પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો છોટા ઉદેપુર પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામ ના 17 વર્ષનો કિશોર પિયુષ શંકરભાઈ રાઠવા નુ કેનાલ મા ડુબી જવાથી મોત થયું હતુ. કિશોર ની એક નાની એવી ભુલ ના લીધે તેને કાળ આંબી ગયો હતો. જેમા કિશોર ના મિત્ર નો જન્મ દિવસ હોવાથી અન્ય મિત્રો સાથે બર્થડે પાર્ટી ઉજવવા માટે ડુંગરવાટની નજીક આવેલ રાયપુર કેનાલ પાસે ગયો હતો.
પોતાના શર્ટ પર લાગેલા દાગ ને સાફ કરવા યુવક કેનાલ પાસે સાફ કરવા ગયો અને તેનો પગ લપસી જતા કેનાલ મા પડી ગયો હતો અને પાણી ની વહેણ મા તણાવા લાગ્યો હતો.આ અંગેની જાણ લોકોને થતા તાત્કાલિક દોડાદોડ કરવામાં આવી હતી. જેમાં રાયપુર કેનાલને બંધ કરી શોધખોળ આરંભતા મહામુસીબતે 100 મીટર દૂરથી પિયુષ શંકરભાઈ રાઠવાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.