કમલકાંત શાહની હત્યા નો ભેદ ઉકેલાયો ! પત્ની રોજ જમવામા જેર આપતી અને એક નહી પણ બે લોકો ની હત્યા..
આજનાં સમયમાં એવા એવા બનાવો બને છે કે, આપણે સપનામાં ન વિચાર્યું હોય. હાલમાં જ એક પરિણીત મહિલાએ પોતાના જ હાથે પોતાના પરિવારને ઝેર આપીને મારી નાખ્યા. આ તમામ હત્યા પાછળ શું કારણ છે તે અમે આપને જણાવીશું. મુંબઈ શહેરમાં આ બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પહેલા મહિલાએ સાસુને જમવામાં થોડું થોડું ઝેર આપીને તેમની હત્યા કરી દીધી હતી અને આવી જ રીતે પતી પર અજમાવી.
મહિલા ખાવામાં આર્સેનિક અને થેલિયમ આપતી હતી. થેલિયમ અને આર્સેનિક ધીમા ઝેર તરીકે શરીરમાં કામ કરે છે. 17 દિવસમાં ઝેરની અસર થતા જ 24 ઓગસ્ટે કમલકાંત શાહને પેટમાં દુઃખાવો થયો હતો અને તા 3 સપ્ટેમ્બરના રોજ કમલ કાંત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંગોએ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. કમલકાંતની આ સ્થિતિને જોઈને ડોક્ટરને શંકા થઈ અને બ્લડ ડેસ્ટમાં આર્સેનિક અને થેલિયમનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.
ડોકટરે રિપોર્ટનાઆઝાદ મેદાન પોલીસ સ્ટેશનને જાણ કરી.
મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી અને સાન્તાક્રૂઝ પોલીસ સ્ટેશનને ફરિયાદ હાથ ધરી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. કવિતા શાહ અને પરિવારના અન્ય સભ્યોના નિવેદનની સાથે સાથે કમલકાંતનું જમવાનું કોણ બનાવતું અને કોણ પીરસતું તે વિશેની પણ માહિતી ભેગી કરી હતી.
આ તમામ બનાવમાં બહારના એક વ્યક્તિની પણ સંડોવણી છે. તપાસમાં સામે આવ્યું કે પત્ની કવિતાએ તેના પ્રેમી હિતેશ જૈન સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હોસ્પિટલમાં 17 દિવસ સુધી સારવાર ચાલ્યા પછી 19 ડિસેમ્બરે કમલકાંતનું મોત થયું હતું. પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ હત્યાની કબૂલાત કરી હતી, ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને 8 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં મોકલ્યા હતા.
થેલિયમ એ ઈલેક્ટ્રેનિક્સ ઈન્ડસ્ટ્રીમાં વપરાતા ધાતુ છે. અને એમાંથી બાકી રહેલો ભાગ ફાર્માસ્યૂટિકલ્સ અને કાચની ઈન્ડસ્ટ્રીમાં વપરાય છે. થેલિયમ એ અત્યંત ઝેરી પદાર્થ છે, ને આનો ઉપયોગ જંતુનાશકો બનાવવામાં પણ થાય છે. અમુક દેશોમાં થેલિયમના ઉપયોગ પર પ્રતિબંધ છે, પરંતુ ભારતમાં તે ખુલ્લેઆમ મળે છે અને કવીતા જેવા અનેક લોકો તેનો ફાયદો ઉઠાવીને આ રીતે ઉપયોગ કરે છે.