સ્ટેટ મોનિટરીંગ સેલ નો સપાટો ! વિજું સિંધીના સાગીરત ને બીજા રાજય માથી ઝડપી લીધો….
આપણે જાણીએ છે કે, થોડા સમય પહેલા જ સ્ટેટનોમોનીટરીંગ ટીમ દ્વારા સપાટો બુટેલગરોને પડકવા માટે સપાટો બોલાવવામાં આવ્યો હતો. હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવતા જ બુટેલગરોમાં ખળભળાટ મચી ગયો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજ્યભરમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર વીજુ સિંધીના ખાસ માનવામાં આવતો સાગરીતને પકડી પાડવામાં આવ્યો છે.
ખરેખર આ ચોંકાવનારી વાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલની સૂચનાથી સ્થાનિક પોલીસે પકડ્યા બાદ અમદાવાદથી લાલુને લેવા માટે ટીમ રવાના થઈ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. વાત જાણે એમ છે કે સ્ટેટ મોનીટરીંગ ટીમે લાલુ સિંધી હિમાચલ પ્રદેશના ચંબા ખાતેથી ઝડપાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સેલના વડા નિર્લિપ્ત રાય દ્વારા દારૂના સૌથી મોટા સપ્લાયરોને ઝડપી પાડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સૌથી પહેલાં નાગદાન ગઢવીને હરિયાણાના ગુડગાંવથી ઝડપી પાડયો હતો.ગઢવી પાસેથી મળેલા પુરાવાઓ જેવા કે હિસાબની ડાયરી અને મોબાઈલ ફોનમાં રાજ્યમાં ચલાવતા કોર્પોરેટ લેવલના દારૂના ધંધાની વિગતો મોનીટરીંગ સેલને મળી હતી. બાદમાં વડોદરામાં મુખ્ય મથક રાખી કરવામાં આવતા ધંધાની વિગતો પોલીસને મળી હતી.
મુખ્ય સૂત્રધાર વીજુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું અને વડોદરામાં જુદી જુદી બેંકમાં આવેલા તેમના ખાતાઓને સિલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ વીજુ સિંધી સામે રેડ કોર્નર નોટિસના પગલે તેની દુબઈ પોલીસ દ્વારા હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ થઈ હતી.
બીજી તરફ મોનીટરીંગ સેલ દ્વારા દારૂના આખા નેટવર્કને તોડી પાડવાના પ્રયાસના ભાગ રૂપે વડોદરાના લાલુ સિંધી ઉપર નજર રાખવામાં આવતી હતી. હાલમાં લાલુ સિંધી હિમાચલમાં હોવાનું બહાર આવતા ટેક્નિકલ સરવેલેન્સમાં એ ચંબા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિક પોલીસને જાણ કરતાં એને ઝડપી લેવાયો હતો અને એની જાણકારી મળતાં તુરંત જ સ્ટેટ મોનીટરીંગની ટીમ એને લેવા ચંમ્બા લેવા રવાના થઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.