વિછીંય ના શખ્સે ચાર વર્ષના બાળકનું અપહરણ કરી ડેમમાં ફેંકી મોત ને ઘાટ ઉતારી દીધો ! કારણ જાણી આંચકો લાગશે
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વિછીંય ના શખ્સે ચાર વર્ષના બાળકનું અપહરણ કરી ડેમમાં ફેંકી મોત ને ઘાટ ઉતારી દીધો ! કારણ જાણી આંચકો લાગશે. ચાલો આ ઘટનાં અંગે વધુ વિગતવાર માહિતી આપીએ. આપણે જાણીએ છે કે, પ્રેમ પ્રકરણના લીધે અનેક પ્રકારની ઘટનાઓ બને છે, ત્યારે હાલમાં જ વીંછિયાના અમરાપરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તેની પરિણીત પ્રેમિકાને મળવાનું કહ્યું અને તેણીએ ઇન્કાર કરતાં એવું કર્યું કે જાણીને ચોકી જશો.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો આરોપીએ પોતાની જ પ્રેમિકાનાં સંતાનનું અપહરણ કરી તેને ગળાટૂંપો આપી બોટાદ નજીકના તળાવમાં ફેંકી ઘાટ ઉતારી દીધો હતો. સંતાન અચાનક ગુમ થઇ જતાં તેની ફરિયાદ થયા બાદ તપાસમાં આ બાળકનું અપહરણ થયાનું ખુલ્યું હતું અને આરોપીની ધરપકડ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
બોટાદના સરવા ગામે રહેતી પરિણીતા સુમિતા બુધાભાઈ અણીયાળીયા તેના ચાર વર્ષના પુત્ર પ્રકાશને લઈને અમરાપુર ગામે તેના નણંદની દીકરીના લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેનો પુત્ર અચાનક ગુમ થઈ જતા ગુમશુદાની ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે હરેશ ભોપાભાઈ ગ્રાભડીયાને ઝડપી લઇ કડક પૂછપરછ કરતાં બાળકનું અપહરણ કરી બોટાદના સૈઈડા ગામના ડેમમાં ફેંકી દીધાની કબુલાત આપી હતી.
આ બનાવનાં પગલે રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભોપા ગ્રાભડીયાની નજર સુમિતાબેન પર પડી હતી અને એકતરફી પ્રેમ કરવા લાગ્યો હતો.જે બાદમાં સુમિતાબેનને આંતરીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. હરેશ ગ્રાભડીયા તેઓની પાછળ-પાછળ ગયો હતો.તેણે મોકો જોઈને સુમીતાબેનને મળવા આવવાનું કહયું હતું પણ તેણીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.પરિણામે હરેશ ઉશ્કેરાઈ ગયો હતો માસુમ બાળક પ્રકાશનું અપહરણ કરીને નાસી ગયો હતો.
બાદમાં પોલીસે ગણતરીની કલાકોમાં તેને પકડી પાડયો હતો.તેની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે તેણે નિર્દયતાથી માસુમ બાળકને મોઢે ડૂમો દેઇ ગળાટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી મૃતદેહને બોટાદનાં નાના છૈડા ગામ નજીક આવેલા ડેમમાં ફેંકી દીધી હતી નરાધમ આરોપીને ગઈકાલે જ રાજકોટ જિલ્લા પોલીસવડાની કચેરીએ લાવી સઘન પુછતાછ કરવા ઉપરાંત રિમાન્ડ મેળવવા વધુ કાર્યવાહી શરૂ કરી છે.