ખજુરભાઈ ના સગાઈ તસવીરો આવી સામે ! જુઓ ખજુરભાઈ અને મીનાક્ષી દવે ની જોડી કેવી જામે છે…જુઓ તસવીરો
ગુજરાતમાં ખજૂરભાઈ ખુબ જ લોકપ્રિય ખુબ જ વધારે છે. નાના બાળકોથી લઇને વૃદ્ધઓ પણ તેમના ચાહક છે. આપણે જાણીએ છે કે જ્યારથી ગુજરાતમાં વાવાઝોડું આવ્યું, ત્યારથી લઇને કોરોનાકાળ અને અત્યારસુધી ખજૂરભાઈ દ્વારા ગરીબ લોકોની સેવા કરવામાં આવી રહી છે. દરેક લોકોના ચહેરા પર હાસ્ય લાવનાર ખજૂર ભાઈના જીવનમાં પણ એક નવા મહેમાનનું આગમન થયું છે અને એ બીજું કોઈ નહીં પણ તેમની જીવન સંગીની છે.
હાલમાં જ ખજૂરભાઈ સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી, ત્યારથી તમામ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કર્યું હતું અને હાલમાં પણ સૌ કોઈ તેમની સગાઈની તસ્વીરોની રાહ જોઈને બેઠા હતા, ત્યારે હાલમાં જ ખજૂર ભાઈની સગાઈની તસ્વીરો સામે આવી છે.
લોકપ્રિય સીંગર ગમનભાઈ સાથલ પોતાના સોશિયલ મીડિયામાં ખજૂરભાઈની અને મીનાક્ષી દવેની ખુબ જ સુંદર અને મમનમોહ્ક તસવીરો પોસ્ટ કરી છે. ખરેખર આ તસવીરોમાં જોઈ શકો છો કે મીનાક્ષી દવે અને ખજૂરભાઈની જોડી જોરદાર લાગી રહી છે અને સૌથી ખાસ વાત એ કે ગુજરાતના તમામ કલાકારોએ ખજુરભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
સૌતી મોટો સવાલ એ છે કે, આખરે ખજૂરભાઈ સાથે સગાઈ કરનાર આ યુવતી છે કોણ? ખજૂરભાઈએ બારડોલીની નીવાસી મિનાક્ષી દવે સાથે સગાઈ કરી છે, અને વ્યવસાયે તેઓ ગાયિકા હોવાનું જાણવા મળ્યુ છે. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે. હાલમાં મીનાક્ષી દવેના ચાહકો પણ ખુબ જ વધી ગયા છે અને હવે ટૂંક સમયમાં લાઇમ લાઈટમાં આવી જાય તો નવાઇ નહીં.
આપણે સૌ કોઈ જાણીએ કે, ગુજરાતના જાણીતા સેવાકાર્યકર નીતિન જાની કે જે ખજૂરભાઇ તરીકે ઓળખાય છે.તેમણે કોરોનાકાળમાં યૂટ્યુબમાંથી જે પણ આવક મેળવેલી તેનો ઉપયોગ માત્ર લોકોની સેવા માટે કર્યો હતો. એક માહિતી અનુસાર આશરે 1 કરોડથી પણ વધુ રૂપિયા ખજૂરભાઇ સેવાકાર્ય અર્થે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ અને 200થી વધુ ઘર બનાવી તેઓ એક મોટા સમાજસેવક તરીકે ઊભરી આવ્યા.