Gujarat

જેતપુર મા યુવાન ની હત્યા ! લોકો ની નઝર સામે જ યુવાન ને ઘા ઝીકાતા હતા ત્યારે માત્ર એક બાળકે બચાવવા ની હિંમત કરી અને બાકીના….જુઓ વિડીઓ

રાજકોટના જેતપુરમાં વાત કરવામાં આવે તો છેલ્લા થોડાક દિવસોથી હત્યાના બનાવો વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજી થોડા દિવસ પેહલા જ હત્યાનો બનાવ સામે આવ્યો હતો એવામના ફરી એક વખત હત્યાની એક ખુબ હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક યુવકને ધોળા દિવસે છરીના ઘા ઝીકીને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ફૂટેજના માધ્યમથી આખો ઘટનાકર્મ સામે આવી ચુક્યો હતો અને તપાસ કરતા હત્યાનું કારણ પણ સામે આવી ચૂક્યું હતું.

હાલ બંને આરોપી પોલીસની ગિરફ્તમાં છે અને સ્થાનિક પોલીસે જરૂરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકનું નામ દેવાભાઇ રાઠોડ હતું. મૃતક દેવાભાઇની બહેને તાલુકા પોલીસમાં રિપોર્ટ દાખલ કરાવી હતી જેમાં તેઓએ જણાવ્યું કે તેમના દેવાભાઇ સિદભાઈ રાઠૉડ તેના મિત્ર ઇમરાન ઉર્ફે ઇલ્યાસ અમીન શેખ સાથે રીક્ષા લઈને ગયા હતા પરંતુ બપોરના સમયે ઘરે પરત ફર્યા હતા નહીં, જે બાદ સાડા ચાર બાજુ એવા સમાચાર મલ્યા કે દેવાભાઇ અને તેના મિત્ર ઇમરાન ઉર્ફે ઇલ્યાસએ રબારીકા ચોકડી પર દેવાભાઇને છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા.

આવા સમાચાર મળતા જ મૃતક દેવાભાઇની બહેન તેઓના ઘર પોહચી હતી જ્યાથી સમાચાર મલ્યા કે તેને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દેવાભાઇની બહેને જણાવ્યું કે જ્યારે તેમનો ભાઈ પોતાના મિત્ર સોહીલ કરીમભાઇ સાથે રબારીકા ચોક પર બેઠેલો હતો ત્યારે ઇમરાન ઉર્ફે ઇલ્યાસ બાઈક લઈને આવીને સીધો મારા ભાઈ પર છરી લઈને ધસી ગયો હતો અને શરીર પર આડેધડ છરીના ઘા ઝીકી નાસી ગયો હતો. હત્યા કરવા પાછળનું પણ એક ખુબ અનોખું કારણ સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે આ હત્યા આડાસબંધની શંકામાં કરવામાં આવેલી છે.મૃતક દેવાભાઇ ઇમરાનના મિત્ર હતા આથી તેઓ વારંવાર ઈમરાનના ઘરે પણ બેઠવા જતા હતા. એવામાં ઇમરાનને પત્ની સાથે દેવાભાઇના આડા સબંધ હોવાની શંકા જતા તેણે દેવાભાઇ સાથે ઝગડો કરીને તેને મૌતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતકની બહેને એમ પણ જણાવ્યું છે કે આરોપી ઇમરાનની પત્ની પાંચેક મહિના પેહલા પડોશમાં રેહતા યુવક સાથે જતી રહી હતી જે પછી મૃતક દેવાભાઈએ જ તેને સમજાવી હતી અને ફરી વખત ઇમરાન અને તેની પત્નીને એક કર્યા હતા.

આવું કરતા મૃતક દેવાભાઈ અને ઇમરાન વચ્ચે મિત્રતા પણ થઇ ચુકી હતી.જે પછી અનેક વખત મૃતકે ઇમરાનની પૈસે ટકે અને કામ અપાવામાં પણ મદદ કરી હતી.મૃતકના પરિવાર પર જાને આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે દેવાભાઈના પત્ની મંજુબેન માનસિક રીતે અસ્વસ્થ છે અને તેઓને એક 16 વર્ષની દીકરી અને એક 10 વર્ષીય દીકરો પણ છે જેણે પોતાના પરથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હાલ પોલીસે ઇમરાનની ધરપકડ કરી જરૂરી ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!