હાલ ચર્ચા નો વિષય બનેલા દેવાયત ખવડનુ મૂળ વતન આ ગામ છે ! એક સયમે સામાન્ય જીવન જીવતા દેવાયત ખવડ પાસે આજે આલીશાન બંગલો અને લક્ષ્યરીયસ કારો…જુઓ તસવીરો
ગુજરાતી લોકગાયક કલાકાર દેવાયત ખવડ હાલ ચર્ચાનો વિષય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેવાયત ખવડની લોકપ્રિયતા માત્ર ગુજરાત પૂરતી જ સીમીત નથી પરંતુ દેશ વિદેશોમાં દેવાયત ખવડએ લોકોને સાહિત્યનું રસપાન કરાવ્યું છે પરંતુ હાલમાં દેવાયત ખવડના જીવનમાં એવી મુશ્કેલી આવી છે કે પોતાના જ ઘરને તાળું મારીને ફરાર થઇ જવું પડ્યું છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત પર હત્યાનો પ્રયાસ કરવા બદલની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પાર્કિંગ બાબતની જૂની અદાવતનો બદલો લેવા માટે દેવયાત ખવડે કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા પર બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે કારમાંથી ઉતરીને દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સે મયૂરસિંહ કંઇ સમજે તે પહેલા જ દેવાયત સહિત બંને શખ્સ ધોકા-પાઇપથી તૂટી પડ્યા હતા અને મયૂરસિંહને ગંભીર રીતે ઘાયલ કરીને દેવાયત સહિતના શખ્સો કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાના 72 કલાક બાદ પણ દેવાયત ખવડ પોલીસની પકડથી દૂર છે. જ્યારે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેઈન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારે હવે રાજકોટ પોલીસની ટીમ તેના વતન મુળીદૂધઈ ગામે રવાના થઈ છે. આ એજ ગામ છે, જ્યા દેવાયત ખવડનો જન્મ થયો હતો. ચાલો ત્યારે અમે આપને દેવાયત ખવડના જીવન વિશે જણાવીએ કે આખરે એક સામાન્ય વ્યક્તિમાંથી કઈ રીતે ગુજરાતનાં લોકપ્રિય કલાકાર અને કરોડોની સંપત્તિનાં માલિક બન્યાં.
દેવાયત ખવડ નો જન્મ 13 સપ્ટેમ્બર 1986 ના રોજ સુરેન્દ્રનગર ના મૂળીદુધઇ ગામ થયો હતો અને તેમણે ધોરણ ૧-૭ સુધીનો અભ્યાસ દુધઈમા કર્યો હતો અને ત્યારબાદ માધ્યમિક શાળામા અભ્યાસ કરવા માટે દૂધરેજથી ૪ કિલોમીટર દૂર સડલા ગામમા જતા હતા. પરંતુ તેમને ભણવામા બીલકુલ રસ નહોતો. કહેવાય છે ને જીવનમાં મહેનત થકી જ બધું હાંસિલ કરી શકાય છે.
દેવાયતભાઈ ખવડ ના પિતા નુ નામ દાનભાઈ ખવડ છે અને તેવો પાસે જમીન નહોતી પરંતુ ખેતરો મા કામ કરતા હતા અને ઘરની આર્થિક સ્થિતિ પણ આટલી સારી નહોતી. દાવયત ખવડ ભણવા મા સારા નહોતા પરંતુ જીવન મા કાંઈક કરવું હતુ ત્યારે એક દિવસ તેમણે ઈશરદાન ગઢવી ને સાંભળ્યા અને ત્યાર બાદ તેવો એવો એ નક્કી કરી લીધુ હતુ કે જીવનમાં શું કરવુ? ત્યાર બાદ તેવો સારા કલાકરો ને સાંભળતા અને તેમના મામા પાસે થી મળેલા પુસ્તકો અને સાહિત્ય વાંચવા લાગ્યા.
જેમા ખાસ પુસ્તકો સૌરાષ્ટ્ર ની રસધાર, સોરઠી બહારવટિયા વગરે અનેક પુસ્તકો વાંચવા લાગ્યા. અને તેમણે તેમનો પ્રથમ પ્રોગ્રામ હનુમાનજી ના મંદીર કર્યો અને તેમાં માત્ર 10 લોકો જ હાજર હતા. જેમા તેમણે પરભાતીયુ ગાયુ હતુ બાદ મા તેવો ને ખ્યાલ આવ્યો કે પ્રભાતિયાં સવારમાં જ ગવાય આમે ધીરે ધીરે તેમને જ્ઞાન મળતું રહ્યું અને આપમેળે જ પોતાની જાતને કેળવીને પોતાનું જીવન સુખમય બનાવ્યુ
હાલ, તે જે સ્તરે પહોંચ્યા છે ત્યા પહોંચવા માટે તેમણે જીવનમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. દેવાયતભાઈ ખવડે અન્ય કલાકરો નો પ્રોગ્રામ મા જતા અને વચ્ચે હોલ્ટ પડે ત્યારે તેવો ને ગાવાનો મોકો મળતો.
અને શરુવાત ના કાર્યક્રમો પુરસ્કાર લીધા વગર જ કરતા હતા. પરંતુ સતત મહેનત અને પ્રેક્ટિસના લીધે તેઓ એક સારા કલાકાર બની ગયા અને આજે તેમની લોક ચાહના ઘણી વધી ચુકી છે અને સાથે પોતાનુ જીવન પણ બદલી નાખ્યુ છે.
હાલમાં જ તેમણે ખૂબ જ આલીશાન અને કિંમતી ઘર પણ લીધું છે અને દેવાયત ખવડ ગુજરાતનાં લોકપ્રિય કલાકારો પૈકી એક છે.પરંતુ સતત તેઓ વિવાદથી ઘેરાયેલ રહે છે અને ફરી એકવાત તેના પર મુસીબત આવી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે દેવયાત ખવડને શું સજા થાય છે ?