દેવાયત ખવડ ના વિવાદ મામલે મયુરસિંહ રાણા માતા એ જણાવી ચોંકાવનારી વાત ! કીધુ કે ” સમાધાન કરવા
હાલ ગુજરાત મા એક મુદ્દો ખુબજ ચર્ચા નો વિષય બન્યો છે એ છે દેવાયત ખવડ નો વિવાદ… ગુજરાત ના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર એક યુવાને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો હતો અને આ સમગ્ર ઘટના નો વિડીઓ સોસીયલ મીડીઆ પર વાયુંવેગે વાયરલ થયો હતો અને દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.
આ સમગ્ર ઘટના બાદ ગુજરાત ભર મા લોકો રોષ જોવા મળ્યો હતો અને ખાસ કરી ને ક્ષત્રિય સમાજ દ્વારા આ ઘટના ને વખોડી નાખવામા આવી હતી અને વિવિધ માંગ સાથે દેવાયત ખવડ નો વિરોધ કરવામા આવ્યો હતો. જો આ ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો
રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ નજીકના આ CCTV ફૂટેજ છે. જેમાં લોકગાયક કલાકાર દેવાયત ખાવડ અને અન્ય એક વ્યક્તિ સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવે છે અને એકાએક ગાડીમાંથી ધોકા સાથે ઉતરી ચાલીને જતા મયુરસિંહ રાણા નામના યુવાન પર દેવાયત ખાવડ અને અન્ય એક શખ્સે ધોકા વડે બેફામ માર માર્યો હતો.
આ ઘટનામા ભોગ બનનાર મયુરસિંહ રાણા એ જણાવ્યુ હતુ કે હુમલો કરનાર ત્રણ લોકો હતા જેમા એક ની ઓળખ દેવાયત ખવડ તરીકે આપી હતી જ્યારે અન્ય બે અજાણ્યા લોકો તરીકે જણાવ્યુ હતુ. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જ્યારે આ બાબતે પોલીસતંત્ર પણ એક્શન મોડ મા જોવા મળ્યુ હતુ જેમા દેવાયત ખવડ ના ઘરે તપાસ કરતા ત્યા તાળુ લાગેલું હતુ જ્યારે પોલીસ ધ્વારા દેવાયત ખવડ ના મુળ વતન દુબઈ ગામે તપાસ કરતા ત્યા પણ ભાળ મળી ન હતી તેવુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ.
જ્યારે સમગ્ર ઘટના મામલે ક્ષત્રિય સમાજ ની બહેનો દ્વારા વિરોધ કરવા મા આવ્યો હતો અને મયુરસિંહ રાણા માતા એ મિડીઆ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ” મારા દીકરા ને થોડા સમય પહેલા બોલાચાલી એક બીજા સાથે થઈ હતી ત્યારે સમાધાન કરવા અમે બધી જગ્યા એ રજુઆત કરી હતી પણ કોઈ એ સાથ આપ્યો ન હતો અને અત્યારે પાછળ થી ઘા કર્યો.. અને ખબર પણ નહતી ઓફીસે થી ઉતરતો હતો એ ગોઠવાઈ ગતા હતા અને નંબર પ્લેટ વગર ની ગાડી હતી અને હથીયાર તેમા હતા અને પાછળ થી ઘા કર્યો અને આ અગાવથી જ શડયંત્ર આગળ થી કરેલુ છે અને ઘણા લોકો તેને સાથ આપે છે”