Gujarat

છોટા ઉદેપુર : આવા ઢોંગીઓથી ચેંતી જજો ! દુખ દુર કરવાના બહાને રુપીઆ પડાવતો અને મહીલાઓ સાથે….જાણો વિગતે

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘણીવાર ધતિંગબાઝ તાંત્રિક અને ભુવાઓની વાતોમાં આવીને આપણે છેતરાય જતા હોઈએ છીએ. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામનો જયેશ ઉર્ફે જયુ માતાજીના નામે ભક્તો પાસે થી રૂપિયા પડાવતો હતો અને મહિલાઓ સાથે અડપલા પણ કરતો હવોનો ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે.


આવી ઘટનાઓ અનેકવાર વાર સામે આવી છે કે, આવા ઢોંગી લોકો ભુવા અને તાંત્રિકનાં નામે આવા કૃત્ય આચારતા હોય છે અને લોકો પાસેથી પૈસા પડાવે છે. જયુ માતાજી નામનો ઢોગી પણ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને નિઃસંતાન ને સંતાન પ્રાપ્તી, આરોગ્ય, ધંધો વેપાર વગેરેમાં સમસ્યાઓનું નિરકારણ કરવાના નામે લોકો જોડે લાખો રૂપિયા લેતો હતો..આ અંગે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ જ્યારે જયુ માતાજીને ત્યા પહોચી તો એક મહિલાએ જણાવ્યું કે, મને કાળો દોરો બાંધીને મારા શરીર પર હાથ ફેરવ્યો હતો પોલીસે આ મામલે આગળની કાર્યવવાહી હાથ ધરી છે. ચાલો અમે આપને જણાવીએ કે જયુ માતાજી કોણ છે? તપાસ દ્વારા સામે આવ્યું છે કે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામનો જયેશ ઉર્ફે જયુ માતાજી સ્ત્રીનો પહેરવેશ પહેરીને છેલ્લા પાંચ વર્ષથી દુઃખ દર્દ.અસાધ્ય રોગ.બાધા ટેક.નિઃસંતાન ને સંતાન પ્રાપ્તી.ધંધો.પતિ પત્નીના ઝગડા જેવા અનેક દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે.


જુવાર વાડીના નામે 3 હજારથી 15 હજારની રકમ વસૂલે છે બાધા અને ટેકના નામે 1 લાખ રૂપિયા પડાવે છે.જયુ માતાજી સ્ત્રીનો પહેરવેશ પહેરીને ધુણવાનું અને જવાબ આપવાનું આરતી ઉતારીને લોકોને પ્રભાવિત કરે છે.જયુ માતાજીના ઘરના સભ્યો અને સેવકો મદદ કરી પ્રચાર કરી લોકોને આકર્ષે છે.અને જયુ માતાજી ખાસ કરીને પીડિત મહિલાઓને આશીર્વાદ આપતી વખતે વાંસના ભાગે હાથ ફેરવી વિકૃત હરકત કરે છે.ત્રાસી નજરે મહિલાઓને સામે વારંવાર જોઈ ટાર્ગેટ બનાવે છે..

આ તમામ બાબતોની જાણ ભારત જન વિજ્ઞાન જાથાને જાણ થતાં નસવાડી પોલીસને સાથે રાખી જયેશ ઉર્ફે જયુ માતાજીના મંદિરે વાઘીયા મહુડા ખાતે પહોંચ્યા હતાં અને ત્યાં પોતાનું દુઃખનું નિવારણ થાય તેના માટે રાજકોટથી આવેલ મહિલા ભાનુબેનને પૂછવામાં આવતા કહેવામાં આવેલું કે મારા પગમાં કાળો દોરો બાંધીને મારી પીઠ પર હાથ ફેરવા છે.ત્યાર બાદ નસવાડી પોલીસે જયેશ ઉર્ફે જયુ માતાજીને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો છે.અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!