સુરત : ઓફિસમાં ગ્રીલ મશીનથી ગ્રીલ તોડી લાખો રુપીઆ ના હીરા ચોરી ગયો યુવક ! જુઓ cctv વિડીઓ
હાલ ગુજરાત રાજ્ય મા ગુનાખોરી નુ પ્રમાણ ખુબ જ વધી રહ્યુ છે જેમા ખાસ કરી ને ગુજરાત ના મોટા શહેરો ગુના ના પ્રમાણ મા સતત વધારી થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત સુરત શહેર મા 15 લાખ રુપીઆ ની ચોરી થઇ હોય તેવી ઘટના સામે આવી છે અને સુંરતના વરાછા પોલીસ સ્ટેશન મા આ બાબતે ફરિયાદ નોંધાવાઇ છે.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો સુરત શહેર ના વરાછા વિસ્તારમાં આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બનેલ આ ઘટના મા ચોંકાવનાર બાબત એ છે કે ચોરે હીરાની ઓફિસમાં ઘૂસવા માટે ડ્રિલ મશીન વડે ઓફિસના આગળના ભાગને ગ્રીલ તોડી નાખે છે. ત્યારબાદ ઓફિસની અંદરના તાળા તોડીને અંદર પ્રવેશે છે.
આ ઘટના ના પગલે સમગ્ર વેપારીઓ મા ફફડાટ વ્યાપી ગયો છે અને આ ઘટના ની સીસીટીવી વિડીઓ સામે આવ્યો છે જેમા જોઈ શકાય છે કે એક યુવક ને પહેલા થી જ ખબર હોય કે હિરા ક્યા મુકેલા છે એમ ફટાફટ હિરા નો ઉઠાતંરી કરે છે. જ્યારે આ ઘટના અંગે હીરા ઓફિસના કર્મચારી ભરતભાઈ એ જણાવ્યું કે વરાછાના મીની બજારમાં આવેલી અમારી ઓફિસમાં મોડી રાતે કોઈ અજાણ્યો ગ્રીલ તોડી બારણા ના તાળા તોડીને અંદર પ્રવેશ્યો હતો.
અને ત્યારબાદ તેઓને ડ્રોવર માંથી અંદાજે 15 લાખ રૂપિયાના હીરા ની ચોરી કરી હતી. ઓફિસમાં બે ત્રણ દુકાનનો માલ એક જ જગ્યા પર મૂકવામાં આવ્યો હતો. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરતા ફરિયાદ નોંધ વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચોરને ઝડપી પાડવા માટે વરાછા પોલીસ કામે લાગી છે.