Gujarat

ગુજરાતના નાના એવા ગામની દીકરી એ આસમાન ની ઉડાન ભરી ! ખેડુતે લોન લઈ ને ભણાવ્યા બાદ દીકરી પાયલોટ બની…

આ જગતમાં માનવી ધારે તો કંઈપણ કરી શકે છે અને કોણ કહે છે કે, માત્ર અમીર લોકોના જ સપનાઓ સાકાર થાય છે. આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરીશું, જેણે પાઇલોટ બનાવનું સપનું જોયું હતું અને આજે એ સપનું તેને પૂરું કરી બતાવ્યું છે. આ સપનું પૂરું થયું છે, તેનું એક માત્ર કારણ તેમના માતા પિતા છે. આ જગત દરેક માં બાપ ઇચ્છતા જ હોય છે કે તેમના સંતાનો સફળ બને અને તેમની દરેક ઈચ્છાઓ પુરી થાય.

આ સફળતાની કહાની છે. ગોધરાના રહેવાસી શૈલેષ ચુનીલાલ રાણાની દીકરીએ અમીબેનની, જે હાલ દક્ષિણ આફ્રિકા ખાતે પાઇલટની ટ્રેનિંગ લઈ રહી છે. અથાગ પરિશ્રમ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.અમીબેને ગોધરા શહેરમાં આવેલી શારદા બાલમંદિર ખાતે 1થી 12 ધોરણનો અભ્યાસ કર્યો હતો. તેણે B.Sc. એવિએશન કોર્સમાં એડમિશન લીધા બાદ ડિસ્ટ્રિક્શન માર્કસ સાથે પાસ થઈ હતી.

પિતા શૈલેષભાઈ રાણા અને માતા ગીતાબેનને પોતાની દીકરીને ડોક્ટર બનાવવી હતી, પરંતુ નાનપણથી અમીને પાઇલટ બનવાની જ ઈચ્છા હતી અને તેમના માતા પિતા એ આ ઈચ્છાને પુરી કરવા માટે પણ ખુબ જ તનતોડ મહેનત કરી અને સૌથી હદયસ્પર્શી વાત એ છે કે, શૈલેષ ભાઈ એક સામાન્ય ખેડૂત છે અને તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમને લોન લઈને દીકરીને ભણાવી ગણાવી અને તેનું સપનું પૂરું કર્યું,

શૈલેષભાઈના બીજા અન્ય ત્રણ સંતાન અલગ અગલ ફિલ્ડમાં છે. શૈલેષ ભાઈએ ખેતી કરી અને બેંકમાંથી લોન લઈને પોતાના સંતાનોને ભણાવ્યા છે. તેમની કારકિર્દી આગળ વધે એ માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. શૈલેષભાઈ રાણા શરૂઆતમાં ઈંટોનો વ્યવસાય કરતા હતા, પરંતુ કોરોનાની ચાલેલી ભયંકર મહામારીને કારણે ધંધો પડી ભાગતાં તેમને ધંધો બંધ કરવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પોતાના ખેતરમાં જ ખેતીકામ કરવાનું ચાલુ કર્યું અને હાલ ખેતરમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શૈલેષભાઈ ખેતીકામ કરતા હોવા છતાં પણ પોતાની ત્રણ દીકરી અને એક દીકરાની કારકિર્દી બાબતે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને પોતાનું સંતાન આગળ વધે એ માટે સતત પ્રયાસ કરતા રહ્યા છે.

પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમણે બેંકમાંથી લોન લઈ અને બાળકોની કારકિર્દી બને એ માટે દિવસ-રાત એક કરી રહ્યા છે.અમી સાઉથ આફ્રિકાના જાહાનિસબર્ગની વુલ્ડન નામની ઇન્સ્ટિટ્યૂટમાં પાઇલટની ટ્રેનિંગ લઈ રહી છે. જ્યારે તેમનાં ભાઈ-બહેનમાં એક બહેન સિવિલ હોસ્પિટલમાં એકાઉન્ટન્ટની જોબ કરે છે. બીજી બહેન હેલ્થ કેર કંપનીમાં મેડિકલ કોડરની કામગીરી કરી રહી છે.

જ્યારે અમીનો ભાઈ ભાવિન રાણા આવતા મહિને લંડન ખાતે એકાઉન્ટ ફાઈનાન્સના અભ્યાસ માટે જઈ રહ્યો છે. ખરેખર શૈલેષભાઈ તમામ માતાપિતાઓ માટે પ્રેરણાદાયી સમાન છે કારણ કે તેમને પોતાના સંતાનોને પગભેર કર્યા છે અને તેમના સંતાનોએ પણ મહેનત કરીને પોતાના પિતાનું માન-સન્માન અને નામ વધારવા સફળતા મેળવી છે.શૈલેષભાઈના સંતાનોએ પરિવાર સાથે ગોધરાનું નામ ગુજરાતભરમાં રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!