Gujarat

દુખદ ઘટના ! દીકરી ની ફી ભરવાની ચિંતા મા આડેધ બકુલભાઈ પટેલે એ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો….

હાલમાં એક દુઃખ ઘટના સામે આવી છે. એક પિતાએ માત્ર પોતાની દીકરીની કોલેજ ફી ભરવાની ચિંતામાં જીવન ટૂંકાવી દિધું. એક તરફ ગુજરાતમાં દીકરી બચાવો અને દીકરી પઢાવોનું અભિયાન ચાલી રહ્યું છે, એવામાં જો આવી ઘટના સામે આવો તો ક્યાં અર્થે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે છે.આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો  તાપીમાં દીકરીના અભ્યાસ માટે ફીની ચિંતામાં એક મજબૂર પિતાએ આપઘાતનો રસ્તો અપનાવ્યો છે.

વિગતવાર જાણીએ તો ગોડધાના વતની 46 વર્ષીય બકુલભાઈ મગનભાઈ પટેલે દીકરીના ભણતરની ફીની ચિંતામાં જંતુનાશક દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. ગોડધા ગામે સ્મશાનથી નદી તરફ જતા કાચા રસ્તા પાસેથી બકુલભાઈનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે વાલોડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બકુલભાઈ પટેલનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે તેમની પુત્રી બેચરલ ઓફ આર્કિટેકમાં માલિબા કોલેજ ખાતે અભ્યાસ કરે છે. તેમનો પરિવાર ગોડધાથી બારડોલી ખાતે બાબેનમાં અવધ લાઇફ સ્ટાઇલમાં મકાન રાખી રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દીકરીની કોલેજ ચાલુ હતી, અને તેની ફી ભરવાની અંતિમ તારીખ હતી. પરિસ્થિતિ સારી ન હોવાથી પિતા ફી ભરી શકે તેવી સ્થિતિમાં હતા.

આ બાબતે સતત ચિંતામાં રહેતા હતા. તેથી આ ચિંતામાં તેઓએ આત્મહત્યાનું પગલુ ભર્યું હતું.ગુજરાતનો આ કિસ્સો આંખ ખોલતો છે. ગુજરાતમાં સારું અને સસ્તુ શિક્ષણના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. આ ઘટનાથી સરકારની કન્યા કેળવણી યોજના પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!