Gujarat

દેવાયત ખવડ નો ચોંકાવનારો દાવો ! વિડીઓ મા કીધુ કે ” CCTVમાં મોઢું જ..

દેવાયત ખવડના વિવાદમાં દિવસેને દિવસે અનેક પ્રકારના ચોંકાવનારા વળાંકો આવી રહ્યા છે. જ્યારથી યુવકના પરિવારે દેવાયત ખવડની સામે હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કરેલ ત્યારથી જ દેવાયત ખવડ ફરાર હતા અને 8 દિવસ બાદ જ્યારે પરિવારે પીએમઓમાં અરજી કરી ત્યારે દેવાયત ખવડ આપોઆપ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા અને હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.

જ્યારે દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયેલ ત્યારે મીડિયા દ્વારા તેમને નિવેદન આપવાનું કહ્યું હતું પણ તેમને માત્ર એટલું કહ્યું કે ટાઈમ આવશે ત્યારે કહીશ. હાલમાં એક તરફ દેવાયતને આજ રોજ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, ત્યારે દેવાયત ખવડના મારામારીના કેસમાં બચાવપક્ષના વકીલે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે કારણ કે CCTVમાં માર મારનારનું મોઢું પણ દેખાતું નથી હોવાનું તેઓનું કહેવું છે.

દેવાયત ખવડનાં વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે. પોલીસે 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું.

તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.દેવાયત ખવડના આ નિવેદનથી વિવાદ વધુ મોટી આગ રુપે ફેલાય રહ્યો છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આગમી સમયમાં શું નવા વળાંકો આવે છે અને આ વિવાદનો અંત કઈ રીતે આવે છે.

આપણે સૌ કોઈએ જાણીએ છે કે, દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર હુમલો કરીને કેટલાંક દિવસથી ફરાર હતો. પરંતુ હવે તે પોલીસના શરણે થઇ ગયો છે. ત્યારે પોલીસ આજે દેવાયત ખવડના રિમાન્ડની માંગ કરશે. મયુરસિંહ રાણા પર હુમલાના બનાવમાં પોલીસે દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જોકે બીજી બાજુ હુમલામાં સંડોવણી ધરાવનાર અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!