કમાભાઈની રોકીભાઈ જેવી એન્ટ્રી ! પિતા સાથે હેલિકોપ્ટર મા કરી પ્રથમ હવાઈ યાત્રા…જુઓ તસવીરો
હાલ ના સમય મા ગુજરાતી કલાકાર નો દેશ વિદેશ મા બોલબાલા છે ખાસ કરી ને કિર્તીદાન ગઢવી , કિંજલ દવે જેવા કલાકરો ની દેશ વિદેશ મા કાર્યક્રમો કરવા મા આવી રહ્યા છે ત્યારે એ કલાકારો સાથે એક અન્ય ચેહરા ની પણ બોલબાલા છે એ ભલે કલાકાર નથી પરંતુ તેને કલાકાર જેટલુ જ માન મળી રહ્યુ છે. એ નામ છે કમાભાઈ નુ…
જ્યારે થી જ કમાભાઈ સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ રહ્યા છે ત્યાર થી જ કમાભાઈ ની બોલબાલા ચારેકોર થઇ રહી છે અનેક ડાયરા ઓ મા કમાભાઈ ની હાજરી જોવા મળતી હોય છે કમાભાઈ ને ગુજરાત સહીત દેશ દુનીયા માથી પ્રેમ મળ્યો છે ડાયરા સહીત અન્ય કાર્યક્રમ મા પણ કમાભાઈ ને બોલાવામા આવે અને બદલામા તેને રુપીઆ ચુકવવા મા આવતા હોય છે ત્યારે કમાભાઈ હવે સેલિબ્રિટી બની ગયો છે.
ગુજરાત ના નાના એવા ગામ કોઠારીયા મા રહેતા કમાભાઈ ને એક દીવસ કોઈ નહોતું ઓળખતુ જ્યારે ભગવાન ના આશીર્વાદ અને કિર્તીદાન ગઢવી ની મહેનત રંગ લાવી અને આજે કમાભાઈ પોતાના પરિવાર નો આશરો બની ગયો છે જ્યારે એક સમય હતો ત્યારે તેને લોકો પોતાની ગાડી મા પણ ના બેસાડતા અને સ્ટેજ પર પણ ના ચડવા દેતા જ્યારે આજે સમય બદલાયો છે અને કમાભાઈ ને લક્ષરીયસ કાર મા બેસાડવા મા આવે છે. અને ગ્રાન્ડ એન્ટ્રી પણ કરવામા આવે છે.
તાજેતર મા જ કમાભાઈ ના instagram પેજ પર તસવીરો પોસ્ટ કરવા મા આવી છે અને સાથે લખવામા આવ્યુ છે કે “કમાભાઈ ની પ્રથમ હવાઈ સફર” આ પોસ્ટ મા કમાભાઈ સાથે તેના પિતા પણ નજરે ચડી રહ્યા છે અને જાણે પોતાનુ હેલીકોપ્ટર મા બેસવાનુ સપનુ સાકાર થઇ રહ્યુ હોય તેમ બન્ને ખુશ દેખાઇ રહ્યા છે. ત્યારે કરેખર એ કહેવુ યોગ્ય રહેશે કે સમય ક્યારે બદલાઈ એ કહેવુ મુશ્કેલ છે.
શરૂઆત ના સમય મા કમાભાઈ ને લઈ ને ઘણો જ વિવાદ સર્જાયો હતો અને ઘણા લોકોએ કમા ને ધુણાવવા જેવી બાબત લઈ ને સવાલ પણ ઉઠાવ્યા હતા જ્યારે અલવોરા મીર સાથે ના વિડીઓ બાબતે પણ ઘણો વિવાદ થયો હતો પરંતુ ખરખેર કમાભાઈ માટે જે થયુ એ સારુ થયુ છે તમે કહી શકાય કારણ છે કમાભાઈ ને લાખો લોકો નો પ્રેમ મળી રહ્યો છે.