દેવાયત ખવડ વિવાદ મામલે કોર્ટે કર્યો મહત્વ નો આદેશ…ત્રણેય આરોપીને હવે..
છેલ્લા કેટલાક દીવસ થી ગુજરાત ભર મા એક મુદ્દાએ ચકચાર જગાવી મુકી છે એ છે દેવાયત ખવડ નો વિવાદ થોડા દિવસ પહેલા રાજકોટ મા એક યુવાન ને માર મારતો વિડીઓ વાયરલ થયો હતો જ્યારે બાદ દેવાયત ખવડ સહીત અન્ય બે યુવકો પર માર મારવાનો આરોપ લાગ્યો હતો જ્યારે સઘન પોલીસ તપાસ બાદ પણ દેવાયત ખવડ હાથમા ન આવ્યા બાદ સામે ચાલી ને પોતાના સાગીરતો સાથે હારજ થયો હતો.
જ્યારે ઘટના મા અન્ય બે આરોપી ના નામ હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા જાણવા મળેલ શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડની અવધી આજે પૂરી થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ગુનામાં વપરાયેલી કાર, હથિયારો અને આરોપીઓના કપડા વગેરે પોલીસ કબ્જે કરી ચૂકી છે.
પોલીસ તપાસ મા એવું પણ સામે આવ્યુ છે કે આરોપી દેવાયત ખવડ પોતાની મૂળી પંથકમાં આવેલી વાડીમાં આશરો લીધાનું જણાવી રહ્યો છે. જ્યારે તેના ડ્રાઇવર હરેશ ઉર્ફે કાના રબારીએ પણ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે આ ઘટના 7 ડિસેમ્બર ના રૉજ બની હતી જેમા રાજકોટ ના યુવા બિલ્ડર મયુરસિંહ રાણા સર્વેશ્વર ચોક પાસે પોતાની કાર પાર્ક કરી હતી ત્યા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ નંબર પ્લેટ વગર ની કાર આવે છે અને કાર માથી બે વ્યક્તિ ઉતરી ને ધોકા પાઇપ વડે યુવાન ના પગ પર મારે છે જ્યારે આ સમગ્ર ઘટના નજીક ના cctv કમેરા મા કેદ થઈ હતી.