Gujarat

સસરા ના ઘરે આટો મારવા જતા રત્ન કલાકાર ને રસ્તા મા જ મોત મળ્યુ ! બની એવી ઘટના કે

મોત ક્યારે આવી જાય છે એ કોઈ નથી જાણતું. હાલમાં જ એક દુઃખ ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
જસદણના ગઠડીયા પાસે બે બાઈક સામ-સામી અથડાતા આંબડીયા રત્ન કલાકાર અરવિંદ કોળીનું તેની પત્નીની નજર સામે જ મોત થયું હતું. સદનસીબે પુત્રને ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો. ખરેખર આ એક ખૂબ જ દુઃખદાયી ઘટના છે. આ ઘટના કઈ રિતે બની તે અંગે જણાવીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જસદણના આંબરડી ગામે રહેતાં અરવિંદભાઈ લાખાભાઈ કમેજાળીયાગતરોજ સાંજે તેના પત્ની મનીષાબેન અને પુત્ર રોહન સાથે બાબરાના કલોરાણા ગામે રહેતા તેના સસરાના ઘરે આંટો મારવા જતા હતા ત્યારે જસદણના ગઠકીયા પાસે સામેથી આવતા અજાણ્યા બાઈક ચાલકે બાઈક અથડાવતા યુવક પરિવાર સાથે રોડ પર પટકાયો હતો.

જેમાં અરવિંદભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મુત્યુ પામ્યાં. જયારે પુત્રને ઈજા પહોંચી હતી. બનાવ સ્થળે એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ. આ બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

વધુમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અરવિંદભાઈ હિરા ઘસવાનું કામ કરે છે અને ગતરોજ રવિવાર હોવાથી પુત્ર અને પત્ની સાથે સસરાના ઘરે આંટો મારવા જતાં હતાં અને આવો ગોજારો અકસ્માત સર્જાયો અને એક જ પળમાં પરિવાર વિખેરાઇ ગયો. ખરેખર આ ખૂબ જ દુઃખદાયી ઘટના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!