અંધશ્રદ્ધા ! રાજકોટમાં યુવતીને છાતીમાં દુખાવો થતા માતા-પિતા હોસ્પિટલને બદલે ભુવા પાસે લઈ ગયા અને પછી જે થયું
ગુજરાત મા અંધશ્રદ્ધા એ માઝા મુકી હોય એવુ લાગી રહ્યુ છે છેલ્લા થોડા મહીનાઓ મા અંધશ્રદ્ધા ના ઘણા બનાવો સામે આવી રહ્યા છે હજી એક અઠવાડિયા પહેલા જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમા એક ભુવા એ દુખ દુર કરવા માટે એક કરોડ ની ડીલ કરી હતી જ્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમા એક યુવતી એ અંધશ્રદ્ધા ના કારણે જીવ ગુમાવવા નો વારો આવતા ચકચાર મચી જવા પામી છે.
જો આ ઘટના અંગે વાત કરવા મા આવે તો આ ઘટના રાજકોટ મા બની છે જેમા જામનગર રોડ પર દ્વારકાધીશ પંપ સામે શિવશકિત સોસાયટીમાં રહેતી લક્ષ્મી ગોપાલભાઈ બજાણીયા (ઉ.વ.20)ને લાંબા સમયથી છાતીમાં દુ:ખતું હતું. દીકરી ને ગઈ કાલે ઉલ્ટી થતા પિતા ને કોલ કરી ને જણવતા એવો ઘરે દોડી આવ્યા હતા.
જ્યારે ઘર ના સભ્યો દ્વારા દિકરી ને હોસ્પિટલ લઈ જવાને બદલે વાંકાનેર પાસે આવેલા વિહોત માતાજીના મંદિરે ભુવા પાસે લઈ જવામા આવી હતી જ્યા ભુવા દ્વારા દાણા નાખવામા આવ્યા હતા અને વિધી કરી ઘરે પરત આવ્યા હતા જ્યાર બાદ લક્ષ્મી ઘરે થોડુ ઘણુ જમીને છાતીમા દુખાવો થતા સુઈ ગઈ હતી. જ્યારે રાત્રીના હલચલન ના જણાવા માતા એ લક્ષ્મી ની તપાસ કરતા બેભાન હાલત મા હોય તેવુ લાગતા પરીવાર દ્વારા તાત્કાલિક 108 ના મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
જ્યારે હાજર તબીબ દ્વારા લક્ષ્મી ની તપાસ બાદ સારવાર કરાઈ હતી પરંતુ લક્ષ્મીનુ રાત્રી ના 3 વાગે દુખદ મોત થયું હતુ. ઘટના ની જાણ થતા યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને લાશ ને પોસ્ટમોર્ટમ અર્થ ખેસડવા મા આવી હતી. ખરખેર જો અહી લક્ષ્મી ને પહેલા જ જો હોસ્પિટલ ખસેડવાઆ આવી હોત તો તેને જીવ બચી જાત પરંતુ આજ ના આધુનિક યુગ મા પણ આવા અંધશ્રદ્ધા માનનાર લોકો ના લીધે કોઈ ને જીવ ગુમાવવા નો વારો આવતો હોય છે.