Gujarat

ફક્ત 31 હજાર રૂપિયા ઈન્વેસ્ટ કરીને લોકો કરોડપતિ બની ગયાઃ 10 રૂપિયામાં મળતો શેર 3300ને પાર

હાલમાં સૌ કોઈ શેર બજાર દ્વારા લાખો અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. આમ પણ કહેવાય છે ને કે, શેર બજાર  દ્વારા તમામ લોકો પોતાના કિસ્મતનાં દરવાજા ખોલી રહ્યા છે અને હાલમાં જ ગારવેર ટેકનિકલ ફાઈબર્સનાં એક શેર છેએ અનેક લોકોને જ માત્ર 31 હજાર રૂપિયા ઈન્વેસ્ટ કરાવીને લોકોને કરોડપતિ બનાવી દિધા. ગારવેર ટેકનિકલ ફાઈબર્સનો આજનો ભાવ રૂ. 3302 ચાલે છે. આ કંપની રૂ. 6755 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે.

વાત જાણે એમ છે કે, આજથી 22 વર્ષ અગાઉ 11 ઓગસ્ટ 2000ના રોજ Garware Technical Fibresના શેરનો ભાવ માત્ર 10 રૂપિયા હતો. કહેવાય છેને કે શેરબજારમાં રાત-દિવસ ફેરફાર આવે છે. હાલમાં જ 10 રૂપિયાના શેરનો ભાવ લગભગ 330 ગણો વધીને રૂ. 3302 પર ચાલે છે. એટલે કે 22 વર્ષ અગાઉ તમે આ શેરમાં 31 હજાર રૂપિયાની ખરીદી કરી હોય તો પણ આજે તેની કિંમત એક કરોડ રૂપિયા કરતા વધી ગઈ હશે.

તા.20 ઓગસ્ટ 2013ના રોજ શેર ગરવારે ટેકનિકલનો શેર 39 રૂપિયામાં મળતો હતો. 10 વર્ષથી ઓછા સમયમાં આ સ્ટોકે મૂડીને 83 ગણી વધારી દીધી છે. ચાલુ વર્ષના ભાવની તુલનાએ16 માર્ચ 2022ના રોજ આ શેર 2611 રૂપિયા પર હતો. ત્યાર પછી Garware Technical Fibresમાં ખરીદી નીકળી અને છ મહિનાની અંદર આ શેર લગભગ 44 ટકા વધીને 3752.55પર પહોંચી ગયો હતો.

છેલ્લા એક વર્ષની આ રેકોર્ડ સપાટી છે. ત્યાર પછી આ શેરમાં થોડી ઢીલાશ આવી અને હવે ભાવ 12 ટકા ડિસ્કાઉન્ટ પર ચાલે છે. ગારવેર ટેકનિકલ ફાઈબર્સના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસરના રાજીનામા પછી આ શેરમાં ઘટાડો થયો છે. ચાલુ વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 26 કરોડ રૂપિયાથી વધીને 46 કરોડ થઈ ગયો તો. આ દરમિયાન કંપનીની આવક પણ 293 કરોડ રૂપિયાથી વધીને 351.62 કરોડને પાર કરી ગઈ હતી

Garware Technical Fibres એ ટેકનિકલ ટેક્સ્ટાઈલ સેક્ટરની અગ્રણી કંપની છે. 1976માં શરૂ થયેલી કંપનીનો બિઝનેસ અત્યારે ઘણા દેશોમાં ફેલાયેલો છે. આ કંપની ફિશિંગ નેટ, સ્પોર્ટ્સ નેટ, સેફ્ટી નેટ, એગ્રીકલ્ચર નેટ, કોટેડ ફેબ્રિક્સ વગેરેનું ઉત્પાદન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!