Gujarat

ચાર લાખની લાલચ મા પટેલ દંપતિ બરોબર નુ ફસાયું ! બે વ્યક્તિ ને ગેરકાયદેસર USA મોકલવા મા બધો ખેલ ઉંધો પડી ગયો અને ગુનો દાખલ થયો…

આજે લોકો અવારનવાર સ્વાર્થ માટે મુસીબતમાં મુકાઈ જતા હોય છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદનું એક વૃદ્ધ દંપતી ફસાઈ એજન્ટોની ઝપેટમાં એવા ફસાયા કે તમે કલ્પના પણ નહીં કરી શકો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા રમણલાલ પટેલ અને તેમના પત્ની શાંતાબેન પટેલ કેનેડા રહેતા પોતાના દીકરાને મળવા અવાર-નવાર જતા હતા.

લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાનું કામ કરતો એક એજન્ટ આ વૃદ્ધ દંપતીને ઓળખતો હતો. માત્ર ચાર લાખ રૂપિયાની લાલચ આપીને એક એવું કામ કરવા કહ્યું હતું કે તેનું શું પરિણામ આવી શકે છે તેનો કદાચ અમદાવાદના રમણલાલ પટેલ અને તેમના પત્નીને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.

રમણલાલ અને તેમના પત્નીએ ટોરેન્ટો જવા માટે ટિકિટ બુક કરાવી હતી. તેમને દિલ્હીથી ફ્લાઈટ પકડવાની હતી. ત્યાં એજન્ટે મોકલેલા બે માણસોનો ભેટો થયો હતો. આ બંને લોકોને ગેરકાયદે રીતે અમેરિકા જવાનું હતું. એજન્ટ સાથે થયેલી ડીલ અનુસાર રમણલાલ પટેલ અને તેમના પત્નીએ પોતાનો કેનેડાની ફ્લાઈટના બોર્ડિંગ પાસ આ બે વ્યક્તિઓને આપી દેવાના હતો.

રમણલાલ અને તેમની પત્નીએ જે બે લોકોને કેનેડાની ફ્લાઈટનો બોર્ડિંગ પાસ આપ્યો તે લોકોએ તેમને કોલંબોની ફ્લાઈટનો બોર્ડિંગ પાસ આપ્યો હતો.બોર્ડિંગ પાસની અદલા-બદલી કરવામાં રમણલાલ અને તેમના પત્નીને કુલ ચાર લાખ રુપિયા આપવાનું એજન્ટે વચન આપ્યું હતું.

રમણલાલે પંજાબના હરસિમરનજીત સિંહ અને હરિયાણાની પ્રિયંકા સિંહને પોતાના બોર્ડિંગ પાસ આપ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર એરોબ્રિજની પાસે જ બોર્ડિંગ પાસની હેરાફેરી થઈ હતી. ત્યારબાદ હરસિમરનજીત અને પ્રિયંકા કેનેડાની ફ્લાઈટ પકડવાની તૈયારીમાં જ હતા, પરંતુ બીજાના બોર્ડિંગ પાસ પર કેનેડાની ફ્લાઈટમાં બેસવા જઈ રહેલા હરસિમરનજિત સિંહ અને પ્રિયંકા ખુબ જ નર્વસ હતા. આ બંનેને પરસેવાથી રેબઝેબ જોઈ એરપોર્ટ પર તૈનાત એક ઈમિગ્રેશન ઓફિસરને તેમના પર શંકા ગઈ હતી.

હરસિમરન અને પ્રિયંકાની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ ગણતરીની મિનિટોમાં જ ભાંગી પડ્યા હતા. સીસીટીવીમાં અમદાવાદના વૃદ્ધ દંપતી સાથે બોર્ડિંગ પાસ એક્સચેન્જ કરતા જોવા મળ્યા હતા. આખરે આ મામલે દિલ્હી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હરસિમરન અને પ્રિયંકા જો કેનેડાની ફ્લાઈટમાં બેસી ગયા હોત તો તેમના ટોરેન્ટો પહોંચ્યા બાદ એજન્ટો તેમને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા મોકલવાના હતા પણ એલર્ટ અધિકારીએ તમામ ખેલને છતો પાડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!