સુરત ના 5000 કરોડની સંપત્તિ ના માલિક ઉદ્યોગપતિ ની દીકરી નિસંકોચ પણે તગારા ઉપાડી ને શતાબ્દી મહોત્સવ મા સેવા આપી રહી છે. જાણો કોણ છે આ…
હાલમાં અમદાવાદમાં શતાબ્દી મહોત્સવમાં સૌ કોઈ ભક્તિના રંગે રંગાયા છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આજે જે લોકો જે અતિ ભવ્ય અને આલીશાન પ્રમુખ સ્વામી નગરનો આનંદ માણી રહ્યા છે, એ નગરમાં લાખો હરિ ભગતોની સેવા રહી છે. સામાન્ય વ્યક્તિથી લઈને અબજોપતિએ આ મહોત્સવમાં તન-મન એન ધનથી સેવા કરી છે.
અબજોપતિ માટે તો કહેવાય છે ને કે,, બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન પણ પ્રમુખ સ્વામી નગર રચવાના ચાલી રહેલા કામમાં ભરબપોરે તગારાં ઊંચકીને મજૂરી કરી રહેલ અબજોપતિ પરિવારની વહુ અને દીકરીએ આ કહેવતને પણ નવો અર્થ પ્રદાન કર્યો છે. આ મહોત્સવમાં દાન આપીને અનેક લોકોએ સેવા કરી છે પણ અબજોપતિ પરિવારની નણંદ ભાભીએ માટી ભરેલાં તગારાં ઊંચકવાં, ફૂલ-છોડનાં કૂંડા ઉપાડવાં જેવું કામ કરવાનું પસંદ કર્યું છે.
પોતાના ઘરમાં પાણીનો ગ્લાસ પણ માંગતા મડી જાય એવી આ મહિલાઑ તડકામાં માથે તગારા લઇને મજૂરોની જેમ સેવા યજ્ઞની સુવાસ ફેલાવી છે. કહેવાય છેને કે, જો ખરી સેવા કરવી જ હોય તો કષ્ટ વેઠીને પણ સામાન્ય સેવકની જેમ જ સેવા કરવી જોઇએ તે વાતનું સજ્જડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ બે મહિલાઑમાંથી એક છે ગોરલ અજમેરા, જે 5000 કરોડથી વધુનું નેટવર્થ ધરાવતા અજમેરા પરિવારની પુત્રવધૂ અને સુરતના ડાયમંડ કિંગ ગણાતા અને એટલો જ મોટો બિઝનસ ધરાવતા લવજી બાદશાહની પુત્રી છે. જ્યારે બીજી યુવતી અજમેરા પરિવારનાં જ આજ્ઞાબેન છે. સૌથી ખાસ વાત એ છે કે, ગોરલબેન હાથમાં ઇજા થઈ હતી. છતાં સેવાનું કામ ચાલુ રાખ્યું છે. આપણે જાણીએ છે કે, લાલજી બાદશાહ કરોડોની સંપતી ધરાવે છે અને તેમની દીકરીની પરવરીશ ભલે વૈભવશાડી રીતે થઈ હોય પણ તેમનામાં સંસ્કારોનું અને સત્સંગનું સિંચન થયું છે.
ગોરલ અજમેરાના પતિએ પણ જણાવ્યું કે હું બ્રહ્મવિહારી સ્વામીની પ્રેરણાથી હાલ શતાબ્દી મહોત્સવમાં પીઆરની સેવા આપી રહ્યો છું. વીઆઇપીઓને આમંત્રણ આપવું, તેનું રોજેરોજ ફોલોઅપ કરવું, તેમના એકોમોડેશન તેમજ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવાની હોય છે. અગાઉ સાળંગપુરમાં રહેતા ત્યારે જમવાની તેમજ જનરલ વ્યવસ્થા કરવાની, વાસણ ધોવાનાં, સાફસૂફી કરવાનું કામ કરતાં હતાં. નાના હતા ત્યારે બહેન સાથે તપેલાંમાં બેસી જઇ તેને ઘસતાં હતાં. હું 11 વર્ષનો હતો ત્યારે પણ પ્રમુખસ્વામી મહારાજે મને પીઆરની જવાબદારી સોંપી હતી. ખરેખર આ સેવા લોકો માટે પ્રેરણાદાયી છે.