Viral video

ભાઈ ભાઈ ! કમા એ જલસો પાડી દીધો.. કમા પર ડોલર અને રુપીઆ નો વરસાદ થયો….જુઓ વિડીઓ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ક્યારેય કોઈનું નથી રહેતું એ વાત તો સાચી છે, જે કમાને સોશિયલ મીડિયાથી લોકપ્રિયતા મળી હતી એ કમો હાલમાં ઘણા સમયથી સોશિયલ મીડિયાની દુનિયાથી દૂર થઇ ગયો હતો પરંતુ હવે ફરી એકવાર કમાનો નવો વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કમા પર પૈસાનો વરસાદ થયો છે. ચાલો અમે આપને જણાવીએ કે આ વિડીયો ક્યાં નો છે?

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નવસારી જિલ્લાના ગુરુકુળ સૂપા ગામ ખરે ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવીના યોજાયેલા ડાયરામાં કમો તો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પરંતુ આ કાર્યક્રમમાં લોકોએ મનમૂકીને લાખો રૂપિયા અને ડોલરનો વરસાદ કર્યો હતો અને કમાએ રસિયો રૂપાળો રંગરેલિયો’ ગીત પર ડાન્સ કરી ડાયારામાં બેઠેલ તમામ લોકોને મોજ કરાવી હતી.

તમને જણાવી દઈએ કે,આ ડાયરાનું આયોજન પણ નવસારીના ગુરુકુળ સૂપા ગામમાં આંખની હોસ્પિટલ નિર્માણના લાભાર્થે કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતના સ્વર દ્વારા તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને સમાજસેવાના હેતુથી યોજાયેલા ડાયરામાં ઉપસ્થિત લોકોએ લાખો રૂપિયાનું દાન આપ્યું હતું અને ડાયરામાં ચલણી નોટનો વરસાદ કર્યો હતો.

કહેવાય છે ને કે, કમા વિના તો હવે ડાયરા પણ સૂના લાગે છે, ત્યારે કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં ‘કમો’ પણ હાજર રહ્યો હતો. કીર્તિદાન ગઢવીએ કમાનું ફેવરિટ ‘રસિયો રૂપાળો…’ ગીત ગાતા જ કમાએ પોતાના આગવા અંદાજમાં ડાન્સ શરૂ કર્યો હતો. લોકોએ પણ ‘કમા’ પર મન મૂકીને પૈસા ઉડાવ્યા હતા. કેટલાક લોકો તો ‘કમા’ની સાથે ડાન્સ પણ કરવા લાગ્યા હતા અને આ દરમિયાન NCC કેડેટ્સ પણ હાજર રહ્યા હતા.તેઓએ પણ ડાયરાની મોજ માણી હતી અને કીર્તિદાન ગઢવી પર રૂપિયા અને ડોલરનો વરસાદ કર્યો હતો અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં છે અને લોકો કમાના વખાણ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!