અમેરિકામાં ધર્મેશ પટેલની ક્રૂરતા: પત્ની અને 2 બાળકને કારમાં બેસાડીને પહાડ પરથી..
હત્યાના અનેક બનાવો સામે અવારનવાર આવતા હોય છે. આપણે કહેતા હોય છે કે ફિલ્મી બમાવ જેવા બનાવો બન્યા છે. હકીકતમાં વ્યક્તિ જ એવી રીતે ભેજું ચલાવીને હત્યા કરે છે કે, આખરે ફિલ્મી કહાની બની જાય છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમેરિકામાં 41 વર્ષીય ભારતીય પુરુષએ ષડયંત્ર રચીને પોતાની પત્ની અને બે બાળકોને કારમાં બેસાડીને કારને જાણી જોઈને ખડક પરથી નીચેની તરફ લઈ જવા પર હત્યાનો પ્રયાસ કરેલો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કેલિફોર્નિયાના પાસાડેનાના રહેવાસી ધર્મેશ એ. પટેલએ પોતાની ટેસ્લા કારમાં પત્ની અને બાળકોને બેસાડીને ખાણમાં ફેંકી દીધી હતી. નસીબજોગે કાર 250 થી 300 ફૂટ ઊંડે ફસાઈ ગઈ હતી અને વાહનને ભેખડ પરથી નીચે પડતું જોઈને પ્રત્યક્ષદર્શીઓએ ઈમરજન્સી સર્વિસ 911ને ફોન કર્યો હતો.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ અકસ્માત એક માત્ર સમજી વિચારીને કરેલ કૃત્ય હતું. હાઇવે પેટ્રોલના ગોલ્ડન ગેટ ડિવિઝનના પ્રવક્તા એન્ડ્રુ બાર્કલેએ જણાવ્યું હતું કે અધિકારીઓ પટેલ સામે હત્યાના પ્રયાસના ત્રણ અને બાળ દુર્વ્યવહારના બે કેસમાં કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે.
યુએસના એક બ્રોડકાસ્ટર નેટવર્ક અનુસાર, બે બાળકો – એક ચાર વર્ષની પુત્રી અને નવ વર્ષનો પુત્ર -ને અગ્નિશામકોએ બચાવેલા. બચાવના ભાગરૂપે દોરડાની મદદથી ખડક પરથી નીચે ઉતર્યા હતા. કામગીરી દરમિયાન હેલિકોપ્ટર દ્વારા પહોંચેલા રેસ્ક્યુ કર્મચારીઓ દ્વારા પટેલ અને તેમની પત્નીને કારમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ધર્મેશ પટેલને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સાન માટો કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.