Gujarat

પ્રમુખ સ્વામી નગરની મુલાકાતે પહોંચ્યા રાજભા ગઢવી,સંધ્યા રાત્રીએ કંઈક આવી રીતે રંગ જમાવ્યો…. જુઓ તસવીરો

ગુજરાતમાં ચાલી રહેલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશ-વિદેશના હરિ ભક્તોથી લઇને રાજ-નેતા, ઉદ્યોગપતીઓ અને કલાકારો પણ આ મહોત્સવની મુલાકાત લઇ રહ્યા છે. ગુજરાતના ફિલ્મોના કલાકારો તેમજ લોક ડાયરાના કલાકારો પણ શતાબ્દી મહોત્સવની મુલાકાત લઇ ચુક્યા છે, ત્યારે હાલમાં જ રાજભા ગઢવીએ પણ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી છે. રાજ ભા ગઢવીએ શતાબ્દી મહોત્સવની રીલ્સ પણ શેર કરી છે.

પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી સુધી ચાલશે. રોજ અવનવા કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગઈ કાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે ‘ગુજરાત ગૌરવ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. આ સંધ્યા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

આ ભજન કીર્તનના કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય પ્રમુખ નગરીમાં જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી તેમજ ઓસમાણ મીર દ્વારા ભજન કીર્તનથી ભક્તોને સ્વામિનારાયણની ભક્તિમાં લીન કર્યા હતા. લોક કલાકારો દ્વારા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની ભૂમિકા અને તેમના પ્રદાનોનેકાર્યક્રમની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન રાજભા ગઢવીએ સૌ કોઈ હરિભક્તોને પ્રમુખ સ્વામીની ભક્તિમાં લીન કર્યા હતા અને સૌ કલાકારોની સાથો-સાથ રાજભાનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા અને રાજભા ગઢવીએ પ્રમુખ સ્વામી નગર નિહાળ્યું હતું અને આ યાદગાર પળોને સૌ ચાહકો સાથે રીલ્સના રૂપમાં શેર કરી હતી..

ખરેખર રાજભા ગઢવી એ પ્રમુખ સ્વામી નગર જોઈને ખુબ જ ખુશ થયા હતા અને એક દિવ્ય અનુભૂતિ કરી હતી. ખરેખર એકવાર તો આ નગરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ કારણ કે આવો મહોત્સવ ક્યારેય ઉજવાયો નથી અને ભવિષ્યમાં ઉજવાશે પણ નહીં તેથી એકવાર આ મહોત્સવનો લ્હાવો જરૂરથી લેવો જોઈએ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!