Gujarat

પરિવાર વિરુદ્ધ જઈ દીકરીએ પ્રેમ લગ્ન કર્યા બાદ ઝેર પીને આપઘાત કરી લીધો ! મરતા પહેલા માતાને કીધુ કે હુ મારા પતિથી કંટાળી…

ગુજરાતમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ પાટણ શહેરમાં પણ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, પરણિત મહિલા એ પ્રેમ લગ્ન બાદ જીવન ટૂંકાવી લીધું. આ ઘટના પાછળ સૌથી મહ્ત્વનું કારણ જાણીને આંચકો લાગજે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે આખરે શું બનાવ બન્યો છે.

આ દુઃખદ બનાવ પાટણ શહેરમાં બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મૃતક હીનાએ ચાર વર્ષ અગાઉ પાટણ શહેરના મોટીસરા, પીપળાગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે પરિવારની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કર્યાં હતાં. પ્રેમલગ્ન બાદ બંને પરિવાર વચ્ચે અણબનાવ હતો. એકબીજા પરિવાર વચ્ચે બોલવાના સંબંધ ન હોવાથી સાસરિયાં મેણાંટોણાં મારતાં હતાં અને મારઝૂડ પણ કરતાં હતાં. આ વચ્ચે હીનાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મબાદ એકબીજા પરિવાર વચ્ચે સમાધાન થઇ ગયું હતું.

અમુક મહિના સાસરિયાઓએ સારું રાખ્યું બાદ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે પરિણીતાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી. પ્રેમલગ્નના લીધે પિયરમાં દુઃખની વાત કહી શકતી ન હતી.
પતિએ પરિણીતાને હેરાન કરવાની હદ વટાવી હતી. જેથી કંટાળીને પરિણીતાએ ઝેર પી લીધું હતું. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન એણે માતાને આવું પગલું ભર્યું હોવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, ‘હું મારા પતિથી કંટાળી ગઇ છું, હવે મારાથી સહન થાય એમ નથી.

જેથી મેં ઝેર પી લીધું છે.’ જોકે, માતા ઘરે પરત ફર્યા બાદ ફરી હોસ્પિટલથી દીકરીની તબિયત વધુ બગડી હોવાના અને તેને ધારપુર ખસેડી હોવાના સમાચાર મળ્યા હતા. માતા ત્યાં પહોંચી પણ ત્યાં સુધી દીકરીનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. જેથી દીકરીને મરવા મજબૂર કરી હોવાના જમાઇ પર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે, પુત્રના જન્મ બાદ સંજય કામધંધો કરવાનું બંધ કરી રખડપટ્ટી કરતો હતો, જેથી ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. જેથી મારી દીકરીએ એક ખાનગી ગાયનેક હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી. નોકરી પર કામ હોવાથી જો આવવા-જવામાં વહેલા-મોડું થાય કે ફોન ન ઉપાડે તો શંકા કરી જમાઇ સંજય મારઝૂડ કરતો હતો. આ વાત હીના ઘણીવાર ઘરે આવીને પણ કરતી પણ એનો સંસાર ન બગડે અને પુત્રનું ભવિષ્ય ન બગડે તેથી અમે હીનાને સમજાવતા અને દિલાસો આપતા. આવું એક-બે વાર નહીં પણ ઘણીવાર થયું હતું અને આખરે પોતાનું જીવન ટૂંકાવી લીધું. હાલમાં પોલીસે મૃતક મહિલાના પતિ સામે યોગ્ય કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!