Gujarat

20 વર્ષના યુવાને 60 વર્ષના વૃધ્ધનુ ગળુ કાપી જાહેર મા હત્યા કરી નાખી ! હત્યા કરવાનું કારણ જાણી આંચકો લાગશે

હાલમાં જ એક ઘાતકી બનાવ સામે આવ્યો છે, તમને જાણીને પણ આંચકો લાગશે કે, 20 વર્ષના યુવકે 60 વર્ષના વૃદ્ધની હત્યા કરી નાંખેલ. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ હત્યા પાછળનું કારણ શું છે. આ ઘટના બોડેલીના ઢોકલિયા ખાતે બની છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, પાણીની ટાંકી પાસે ભર બપોરે એક યુવકે તીક્ષ્ણ હથિયાર વડે એક વૃદ્ધનું ગળું કાપીને હત્યા કરતા બોડેલીમાં હાહાકાર મચી ગયો છે.

બોડેલીના ઢોકલીયાની પાણી ટાંકી પાસે ભીખાભાઈ ચુનારા ઉભા હતા આ જ દરમિયાન ડભોઇના રહેવાસી રુદ્ર દિનેશભાઈ બારીયા નામના યુવકે આવીને ભીખાભાઈ ચુનારાને તીક્ષ્ણ હથિયાર એટલે કે પ્લાસ્ટિકના હાથાવાળા કટર વડે ગળામાં ગંભીર રીતે ઇજા પહોંચાડીને હત્યા કરી હતી. ગળાના ભાગે કટર વડે ઇજા પહોંચતા ભીખાભાઈનું લોહીલુહાણ હાલતમાં જ ઘટનાસ્થળે મોત થયું હતુ.

હત્યા પહેલા વૃદ્ધ ભીખાભાઈ ચુનારા અને હત્યારા રુદ્ર બારીયા વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ રુદ્ર દિનેશભાઈ બારીયાએ ભીખાભાઈનું ગળું કાપીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. હત્યા કર્યા પછી હત્યારો ત્યાં જ ઊભો હતો અને હત્યાની જાણ થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી જતા આરોપીને લઇને પોલીસ સ્ટેશન જતી રહી હતી. જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

આ હત્યા કેમ કરી? તે અંગે બોડેલી પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને આ દરમિયાન ચોંકાવનારૂ કારણ સામે આવ્યું હતું. રુદ્ર બારીયાએ મોઢામાં સિગારેટ રાખી ભીખાભાઈ ચુનારા પાસે 20 રૂપિયા ઉછીના માંગ્યા હતા. ત્યાર બાદ ભીખાભાઈએ આરોપી રુદ્રના મોઢામાંથી સિગારેટ ખેચી ફેંકી દેતા આરોપી ગુસ્સે ભરાયો હતો અને ગુસ્સાના આવેશમાં આવી હાથમાં રાખેલ કટર વડે ભીખાભાઈનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!