Gujarat

અમેરિકા જવાના ચક્કર મા મહેસાણાનો વધુ એક પટેલ પરિવાર છેતરાયો ! બે શખ્સોએ 50 લાખ લઈ લીધા અને પછી…

છેલ્લા થોડા સમયથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમા વિદેશ જવાની ઘેલછા મા છેતરપીંડી થઈ હોય અથવા કાઈક અઘીટ ઘટના બની હોય ખાસ કરી ને ગેરકાયદેસર રીતે અમેરિકા અને કેનેડા જવા માટે લોકો જીવ નુ જોખમ લઈ રહ્યા છે જ્યારે તાજેતર જ એક બનાવ સામે આવ્યો હતો જેમા અમેરિકામા ઘુસવાના ચક્કર મા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે ફરી એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક પરીવારે 45 લાખ રુપીઆ ગુમાવ્યા છે.

જો અંગે વિગતવાર વાત કરવા મા આવે તો IamGujarat ના એક અહેવાલ મુજબ મહેસાણા ના લિંચ ગામ ના દિનેશ પટેલ પોતાના પુત્રને અમેરિકા મોકલવા માગતા હતા જ્યારે આ બાબતે તેનો સંપર્ક જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ નામાના બે શખસોનો સાથે થયો હતો. દિનેશ પટેલ પોતાના પુત્ર ને અમેરિકા મોકલવા માંગતા હતા અને પુત્રને મોકલી આપવાના બદલા મા જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ ને 50 લાખ રુપીઆ આપ્યા હતા.

જ્યારે થોડા દીવસ મા જ દિનેશ પટેલ ને એવો અહેસાસ થયો હતો કે તેની સાથે છેતરપિંડી થઇ છે ત્યારે તેવો એ આપેલા 50 લાખ રુપીઆ આ બન્ને વ્યક્તિઓ પાસે પરત માંગ્યા હતા પરંતુ આ વ્યક્તિઓ એ 50 લાખ પરંત આપવાને બદલે માત્ર 5 લાખ જ દિનેશભાઈ ને પરત કર્યા હતા જ્યારે હવે દિનેશ પટેલે બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત અને દેશભર માથી લોકો જીવ ના જોખમે ગેરકાયદેસર રીતે અમેરિકા ની બોર્ડર ક્રોસ કરે છે ત્યારે ભુતકાળ મા અનેક એવા બનાવો પણ સામે આવી ચુક્યા છે જેમા કોઈ એ જીવ ગુમાવ્યો હોય આમ છતા અમેરિકા જવાની ઘેલછા લોકો મા ઓછી થઈ નથી અને આ ઘેલછા નો લાભ લઈ એજન્ટો છેતરપીંડી આચરે છે અને લોકો રુપીઆ અને જીવ ગુમાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!