Gujarat

ગુજરાતમાં લીસ્ટેડ બુટલેગરની હિમ્મત તો જુઓ : સ્ટેટ મોનિટરીંગ સેલના PI પટેલે કહ્યું“ભીખા ભલજી સરેન્ડર કરી દે…” છતાં તે પોલીસ ઉપર ફાયરીંગ કરતો રહ્યો…જાણો પુરી ઘટના

ગુજરાતમાં દારૂની હેરાફેરીના બનાવો ખુબ જ વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખુબજ ચોંકવનાર અને દિલ ધડક કિસ્સો સામે આવ્યો છે. આપણે જાણીએ છે કે, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની હેરફેર અને વેચાણને ડામવા માટે જ્યારે સ્થાનિક પોલીસ નિષ્ફળ સાબીત થાય છે, ત્યારેસ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

જે કામ સ્થાનિક પોલીસ નથી કરી શકતી એ કામ તાત્કાલિક જ સ્ટેટ મોનિટરીંગ સેલે બુટલેગરને જેલ હવાલે કરે છે. હાલમાં જ એક એવો બનાવ બન્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ ટિમ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પર લીસ્ટેડ બુટલેગ ભીખા ભલજી અને તેના મળતીયાઓ દ્વારા 7 જેટલા રાઉન્ડ ફાયરીંગ કરી ગાડીની પણ તોડફોડ કરવામાં આવી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ પટેલને ગત તા. 10 જાન્યુઆરીના રોજ બાતમીદાર તરફથી માહિતી હતી કે, મધ્યપ્રદેશના કઠીવાડાના દારૂના ઠેકા પરથી છોટાઉદેપુરના મીઠીબોર ગામે રહેતો ભીખા ભલજીભાઇ રાઠવા અને તેના માણસ રમેશ મધુભાઇ કોળી, મળતીયાઓ મારફતે કારમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવાના છે.

આ બાતમીના આધારે SMC ની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં ડાભવા ગામ પાસેથી પસાર થઇ પાચીયાસળ ગામ તરફ જવાના રસ્તે રાત્રે સાડા દસ વાગ્યે બે શંકાસ્પદ કાર આવતી દેખાઇ હતી.જેથી કારને રોકવા આડાશ ઉભી કરી અને વાહનો રોકી ટોર્ચની મદદથી મહિંદ્રા બોલેરો અને મહિંદ્રા એસયુવી કાર ચેક કરી હતી. કારમાં નંબર પ્લેટ ન હતી. ટોર્ચથી ચેક કરતા કારમાં વિદેશી દારૂનો જથ્થો જણાયો હતો.

પહેલી કારનો દરવાજો ખોલતા જ પાછળથી 6 – 7 કાર ઘસી આવી હતી. જેમાંથી એક કારમાં ભીખા ભલજી પોતાના હાથમાં બંદુક લઇ બહાર નિકળ્યો હતો. તેની સાથે બીજા 20 થી વધુ લોકો હાથમાં ધારીયુ, તલવાર, પાળીયા સહિતના મારકણાં હથિયારો લઇને ઉતર્યા અને જોર જોરથી બુમા બુમ કરવા લાગ્યા હતા. દરમિયાન ભીખાએ તેની બંદુકમાંથી ફાયરિંગ કર્યું હતું.

લીસ્ટેડ બુટલેગરે ફાયરીંગ કરતા પોતાનો બચાવ કરવા પોલીસ દારૂ ભરેલી બોલેરોમાંથી બહાર નિકળી ગઇ હતી. જે બાદ બોલેરાના ડ્રાઇવરે પોલીસની ખાનગી ગાડીને વારંવાર અથાડી નુકશાન પહોંચાડ્યું. તે ટાણે ભીખાએ પોલીસ પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેથી સ્વબચાવમાં પી.આઇ આર.એસ પટેલે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. અને જોરથી બુમ પાડી હતી કે, “ ભીખા ભલજી સરંડર કરી દે…”, તેમ છતા તેણે સામુ ફાયરિંગ કર્યું હતું.

 

આ દરમિયાન પી.આઇ આર.એસ પટેલે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા ભીખો કારમાં બેસી દારુ ભરેલી ગાડીઓ સાથે મીઠીબોર ગામ તરફ ફરાર થઇ ગયો હતો.સ્ટેટ મોનિટરીં સેલની ટીમ પર ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરવા માટે એસ.એમ.સીના પોલીસ ઇન્સપેકટર આર.એસ પટેલે ભીખા ભલજી, અને રમેશ કોળી સહિત 20 – 22 જેટલા લોકો સામે ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!