Gujarat

એક બે નહી 120 મહીલાઓ સાથે રેપ કર્યો આ બાબા એ ! રેપ કરવા માટે એવું કરતો કે જાણી ને તમારુ મગજ કામ નહી કરે..

અંધશ્રદ્ધાના નામે આપણે ક્યારેક ઠોગી અને ઘુતાર સાધુ, બાવા પર વિશ્વાસ મૂકી દેતા હોય છે કે, સમય જતાં તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે. હાલમાં જ એક એવા બાબા જેલને હવાલે થયા છે, જેને 120 મહિલાઓ સાથે રેપ કર્યો છે. આ વ્યક્તિ મહિલાઓ સાથે એવી રીતે રેપ કરતો કે જાણીએ તમારું મગજ પણ કામ નહીં કરે. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે આ બનાવ બન્યો કઇ રીતે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ફતેહાબાદની ફાસ્ટ ટ્રેક કોર્ટે તોહાનાના પ્રખ્યાત જલેબી બાબા સેક્સ સ્કેન્ડલ કેસમાં દોષિત બિલ્લુરામ ઉર્ફે અમરપુરી સામે સજાની જાહેરાત કરી છે. કોર્ટે બાબાને 14 વર્ષની કેદ, 35 હજારનો દંડ, 376Cમાં 7-7 વર્ષની, POCSO એક્ટમાં 14 વર્ષની અને 67 IT એક્ટમાં 5 વર્ષની સજા ફટકારી છે.

ચાલો અમે આપને આ જલેબી બાબા વિશે જણાવીએ. પંજાબના માનસા જિલ્લાનો રહેવાસી અમરવીર લગભગ 20 વર્ષ પહેલા તોહાના આવ્યો હતો. અહીં આવ્યા બાદ તેણે ટોહાના નેહરુ માર્કેટમાં જલેબીનો સ્ટોલ લગાવ્યો. જલેબીનો ધંધો સારો ચાલ્યો ત્યારે તેણે ગજરેલા વગેરે બનાવવાનું શરૂ કર્યું અને કામ વધાર્યું. દુકાનનું નામ અમરવીર પંજાબી ગિફ્ટ્સ પણ હતું. આ ધંધો 10 વર્ષ સુધી સારો ચાલ્યો. આ દરમિયાન તેની પત્નીનું મૃત્યુ થયું હતું. પરિવારમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પંજાબથી એક તાંત્રિક આવ્યો હતો. તેણે અમરવીરને તાંત્રિક વિદ્યા વિશે માહિતી આપી. આ પછી અમરવીર બે વર્ષ તોહાનાથી ગાયબ થઈ ગયો. બાદમાં તે ટોહાણા પરત આવ્યો અને વોર્ડ નંબર 19માં ઘર લીધું. ત્યાં તેણે બાબા બાલકનાથના નામ પર એક મંદિર બનાવ્યું અને તેની સાથે પોતાનું ઘર પણ બનાવ્યું અને અહીં બાળકો સાથે રહેવા લાગ્યા.

અમરવીરે પોતાનું નામ બદલીને અમરપુરી રાખ્યું. લોકોના દુ:ખ અને તકલીફો દૂર કરવા માટે બહાર બોર્ડ લગાવવામાં આવ્યું હતું. તાંત્રિક વિદ્યાનો જાદુ શરૂ થયો અને લોકોની ભીડ એકઠી થવા લાગી. જે બાદ માયા પણ બાબા પાસે આવવા લાગી. આ દરમિયાન તેણે પંજાબમાં છોકરીઓ સહિત 6 બાળકોના લગ્ન કરાવ્યા. જે બાદ તમામ બાળકો પંજાબમાં જ રહેવા લાગ્યા.

જલેબી બાબાએ પોતાની પ્રસિદ્ધિનો ગેફાયદો ઉઠાવ્યો અને તે તેની પાસે આવતી મહિલાઓને લલચાવતો હતો અને ચામાં ગોળીઓ નાખીને પીવડાવી દેતો અને ત્યારબાદ તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો અને મોબાઈલમાંથી વીડિયો પણ બનાવતો હતો. બાદમાં તેમને બ્લેકમેઈલ કરતા હતા. તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. અપશબ્દોના ડરથી મહિલાઓ કોઈને કંઈ કહી શકતી નહોતી.

આખરે તા. 19 જુલાઈ, 2018ના રોજ, ટોહાના શહેર પોલીસે તત્કાલિન સ્ટેશન ઈન્ચાર્જ પ્રદીપ કુમારની ફરિયાદ પર બાબા બાલકનાથ ડેરાના બાબા બિલ્લુરામ ઉર્ફે અમરપુરી ઉર્ફે જલેબી બાબા વિરુદ્ધ આઈપીસીની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. વાસ્તવમાં સ્ટેશન ઈન્ચાર્જ પ્રદીપ કુમારના મોબાઈલ પર એક બાતમીદારે જલેબી બાબાનો અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. આ પછી જ્યારે પોલીસે તેને પકડ્યો તો તેના કબજામાંથી 120 વીડિયો મળી આવ્યા હતા, જેમાં તે મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બાબાના મહિલાઓ સાથેના 120થી વધુ અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. કેસમાં 6 પીડિતો પીડિતા તરીકે કોર્ટમાં હાજર થયા હતા અને બાબાના દુષ્કૃત્યોનો પર્દાફાશ કર્યો હતો. બાદમાં ત્રણેય પીડિતાના નિવેદનના આધારે કોર્ટનો નિર્ણય આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!