રાજકોટ: વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! બાળકી ના નાક માથી ડોક્ટર એ એવી વસ્તુ કાઢી કે જાણી ને તમારા સ્વાસ અધ્ધર થઈ જશે..
દરેક માતા પિતા તેમના બાળકને બહુ જ પ્રેમ કરતાં હોય છે અને આથી બાળકને કઈ પણ થાય તો તેઓની જાન જતી હોય છે. દરેક માતા પિતા જો પોતાના બાળકને લઈને સાવચેત અને ચિંતામાં હોય તે સ્વાભાવિક બાબત ગણાય છે. એમાં પણ જો ઘણીવાર માતા પિતાની બેદરકારીના કારણે બાળકને નુકશાન પણ પહોચી જતું હોય છે. થોડીવાર માટે પણ જો બાળકનો અવાજ ના આવે તો માતા પિતા બંને ચિતામાં જોવા મળે છે.એવામાં પણ બાળક ના અભ્યાસ ની નાની નાની વસ્તુઓને લઈને તો બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે.
કેમકે કયારે બાળકો રમત રમત માં આવી નાની વસ્તુઓ મસ્તીમાં ગાળામાં કે નાકમાં ફસાવી દેય તેનો કોઈ ભરોસો હોતો નથી. ત્યારે હાલમાં રાજકોટથી એવો જ એક માતા પિતા ને સાવચેત કરતો કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં નાની બાળકી ના નાક માથી ડોક્ટરે એવી વસ્તુ કાઢી છે કે જે જોઈને તમારા સ્વાસ અધ્ધર થઈ જશે.મૂળ રાજસ્થાન ના પરંતુ ઘણા સમય થી રાજકોટ માં આવીને વસતા મદનભાઈ ત્રિવેદી પોતાના પરિવાર ની સાથે રહે છે જેમાં તેમની 10 વર્ષની માસૂમ દીકરી સુહાના ની સાથે એવી ઘટના બની ગઈ હતી કે જે જોઈને તમે પણ દંગ થઈ જશો.
10 વર્ષ ની સુહાની ને છેલ્લા 3 મહિનાથી નાકમાથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું જે અંગે ઘણી સારવાર કરાવવા છતાં કોઈ ફેર પડ્યો નહોતો અને આથી તે બાળકી ને રાજકોટ ના વિધાનગર માં આવેલ ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કર ને ત્યાં તપાસ માટે આવ્યા હતા જ્યાં ડોક્ટરે જ્યારે બાળકી ના નાકમાં દૂરબીન વડે જોયું તો તેમના તો સ્વાસ જ ઉપર થઈ ગયા હતા. સુહાની ના નાકમાં 1 ઇંચ જેટલો રબ્બર નો ટુકડો જોવા મળ્યો હતો જેના પછી ઓપરેશન કર્યા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જેના બાદ પરિવારના લોકોએ રાહત નો સ્વાસ લીધો હતો.
માહિતીમાં વધુમાં જાણવા મળ્યું હતું કે રમતા રમતા બાળકીએ નાકમાં રબ્બર નો ટુકડો નાખી દીધો હતો જે અંગે પરિવારના લોકોને જાણ નહોતી પરંતુ અવાર નવાર બાળકી ના નાકમાથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું જેના માટે અનેક પ્રકાર ની દવાઓ પણ કરાવી હતી પરંતુ કોઈ ફેર જણાયો નહીં આથી પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા અને સુહાની ને વારંવાર શરદી અને નાક બંધ થવાની તકલીફ ઊભી થવા લાગી હતી અને આથી નાક, કાન અને ગાળા ના અનુભવી ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કર ની પાસે દીકરી ને લઈ જવામાં આવી હતી.
જ્યાં રાજકોટના આ સ્પેશયાલિસ્ટ ને બાળકીના નાક ની દૂરબીન વડે તપાસ કરતાં જાણ થઈ કે સુહાની ના નાક ની જમણી બાજુમાં કઈક ફસાયેલું છે અને આથી તેને આ સમસ્યા ઊભી થાય છે , ત્યાર બાદ ઓપરેશન થિયેટર માં લઈ જઈને તેની સારવાર કરતાં નાકમાથી પોણા ઇંચ નો રબ્બર નો ટુકડો મળી આવ્યો હતો જેને સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. આ રબ્બર નો ટુકડો જોઈને દરેક લોકોના હોશ ઊડી ગયા હતા. આ ઓપરેશન સફળ થયા બાદ સુહાની ના પિતા મદનભાઈ એ જણાવ્યુ હતું કે મારી દીકરી સુહાનીના નાકમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી કંઈક ફસાયેલું હતું.
આ સાથે તેના નાકમાંથી અવારનવાર રસી અને લોહી નીકળતું હતું. જે બાદમાં અમે અનેક ડોકટરો પાસે સારવાર કરાવી પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. જે બાદમાં રાજકોટના ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરી સુહાનીના નાકમાંથી રબરનું ટુકડો નીકળી દીધો છે. આ સાથે જ આ ઓપરેશન ને સફળ બનાવનાર ડો. હિમાંશુ ઠક્કર એ જણાવ્યુ કે નાના બાળકો રમતાં-રમતાં ક્યારેક કાન-નાક કે ગળામાં કોઈ વસ્તુઓ નાખી દેતાં હોય છે.
અને તેના કારણે કેવિ ગંભીર પરિસ્થિતિ ઉદભવે તેનો તાજેતરનો કિસ્સો અમારી ઠક્કર હોસ્પિટલમાં સામે આવ્યો છે. હિમાની ત્રિવેદી નામની બાળકીને છેલ્લા કેટલા દિવસોથી નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી નીકળતું હતું. અમે દૂરબીનથી તપાસ કરી તો નાકમાં કઈ પીળા કલરનું છે. જે બાદમાં અમે ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન થિયેટરમાં લઈ જઈ તપાસ કરતાં સુહાનીના નાકમાં થી એક રબ્બરનો ટુકડો નિકાળવામાં આવ્યો હતો. આ ઘટના જોતાં મહત્વ નું એ ગણાય છે કે આ નાનકડા રબ્બર ના ટુકડા ના કારણે આ માસૂમ બાળકી ને અનેક પ્રકાર ની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.