EntertainmentGujarat

ગદ્દર 2માં વિલનનું પાત્ર ભજવશે વેરાવળનો આ વ્યક્તિ ! જાણી લ્યો કોણ છે અને શું કરે છે? ખુદ ડાયરેક્ટરે કહ્યું કે….

વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદ્દર એક પ્રેમ કથા ફિલ્મ તો સૌ કોઈએ જોઈ જ હશે. 90ના દાયકાની આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં સન્ની દેઓલ અને અમિષા પટેલની સાથો સાથ અમરીશ પુરીએ પણ પોતાના કિરદારથી ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.આ ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને જ ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ ગદ્દરની સિક્વલ બનાવી નાખી છે જે હવે આવનાર ચાર પાંચ મહિનાની અંદર જ સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

તમે જોયું જ હશે કે કોઈ પણ ફિલ્મ રિલીઝ થવાની હોઈ તેની પેહલા ફિલ્મની મોટી મોટી હસ્તીઓ, ફિલ્મ ડાયરેક્ટરો સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવતા હોય છે અને પોતાની ફિલ્મ સફળ રહે તેની મનોકામના માનતા હોય છે. એવામાં ગદ્દર 2 ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્મા પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શને પોહચ્યાં હતા. તેઓની સાથે તેમના પુત્ર ઉત્કર્ષ શર્મા તથા તેમના પત્ની પણ જોવા મળ્યા હતા.

અહીં મીડિયા સાથે વાત કરતા ફિલ્મ ડાયરેક્ટર અનિલ શર્માએ જણાવ્યું હતું કે ગદ્દર 2ની શૂટિંગ લખનઉમાં ચાલી રહી હતી જે હવે પૂર્ણ થઇ ચુકી છે, આવનાર ચાર-પાંચ મહિનામાં જ આ ફિલ્મ રિલીઝ થશે. અનિલ શર્માએ આગળ જણાવ્યું કે આ ફિલ્મમાં ગદ્દર કરતા પણ ખુબ વધારે રોમાંચક અને ટ્વીસ્ટ ભરી રહેશે. ગદ્દર 2માં સન્ની દેઓલ અને અમિષા પટેલનો ઓન સ્ક્રીન પુત્ર જીત(ઉત્કર્ષ શર્મા,અનિલ શર્માનો પુત્ર) મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે અને તેની સાથે અભિનેત્રી તરીકે સિમરત કૌર જોવા મળશે.

અનિલ શર્માએ એવી ખાતરી આપી છે કે આ ફિલ્મમાં દેશપ્રેમ, પ્રેમકહાની, કોમ્યુનિટી સહીતની અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આથી આ ફિલ્મ ખુબ રોમાંચિત છે. આ ફિલ્મમાં આ વખતની ખાસ વાત તો એ છે કે ગદ્દર 2માં આપણા વેરાવળ હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલ આશીફ બાપુ કાદરી આ ફિલ્મમાં વિલનનો રોલ ભજવતો જોવા મળશે. ગદ્દર ફિલ્મ આમિર ખાનની લગાન સાથે રિલીઝ થઇ હતી પરંતુ લગાનને ગદ્દર ફિલ્મે સારી એવી ટક્કર આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!