અંબાણી પરિવાર મા શરુ થઈ લગ્ન ની તૈયારીઓ ! રાધિકા એ મહેંદી મુકાવી સુંદર ડાન્સ કર્યો…જુઓ વિડીઓ
હાલમાં ચરોતરફ લગ્નનો માહોલ છવાયેલ છે, ત્યારે હવે અંબાણી પરિવારમાં પણ લગ્નનો માહોલ છવાઈ ગયો છે. સોશિયલ મીડિયામાં લગ્નની તૈયારીઓની તસવીરો વાયરલ થઇ રહી છે. આપણે જાણીએ છે કે અંબાણી પરિવારમાં દરેક પ્રસંગ ધામધૂમથી ઉજવાઈ છે. આ પહેલા પણ ઇશા અંબાણી અને આકાશ અંબાણીના ભવ્ય લગ્ન યોજાયા હતા.
હવે સૌ કોઈની નજર અનંત અંબાણીના લગ્ન પર છે. આપણે જાણીએ છે કે મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરાની સગાઈ તો સાવ સાદાઈથી મંદિરમાં જ કરી છે, ત્યારે હવે દરેક ભારતીયઓની નજર છે કે, અંબાણી પરિવાર કેવી રીતે અને કેટલી ધામધૂમથી લગ્ન કરશે. હાલમાં સૌ કોઈ લગ્નના સમાચારને લઇને ઉત્સાહિત જોવા મળે છે.
હાલમાં આ કપલની જે તસવીરો વાયરલ થઇ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, અંબાણી પરિવારે બંનેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી 19 જાન્યુઆરીના રોજ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ઓફિશિયલ એન્ગેજમેન્ટ કરશે, આ મોટાં સેલિબ્રેશન પહેલાં અંબાણી પરિવાર પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટી ની તૈયારીઓમાં લાગી ગયો છે.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે, સગાઇ પહેલાં દુલ્હન રાધિકા મર્ચન્ટ બંને હાથમાં મહેંદી લગાવતી જોવા મળી, આ પ્રસંગે ઓવર ધ ટોપ આઉટફિટ્સ પસંદ કરવાના બદલે તેણે પોતાના માટે એલિગન્ટ ક્લોથ્સ પસંદ કર્યા હતા. જેનું કલર-કોમ્બિનેશન રાધિકાના લૂકને વધારે અટ્રેક્ટિવ બનાવી રહ્યું છે. રાધિકા મર્ચન્ટે જે ગુલાબી રંગના આઉટફિટ પસંદ કર્યા છે તેમાં ગોલ્ડન અને કલર થ્રેડથી એમ્બ્રોયડરી કરવામાં આવી છે.
રાધિકા મર્ચન્ટ માટે આ ગુલાબી આઉટફિટ્સ ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાએ ડિઝાઇન કર્યા હતા, જે અંબાણી ફેમિલીના ફેવરિટ ડિઝાઇનર છે. આ થ્રી-પીસ અટાયરને મોનોટોન પેટર્ન આપવામાં આવી હતી. જેને તૈયાર કરવામાં સિલ્ક કાપડની સાથે અન્ય ફેબ્રિક્સ એડ કરવામાં આવ્યા હતા અને તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ તો માત્ર શરૂઆત છે, સમય જતા અંબાણી પરિવારમાં થનાર દરેક પ્રસંગની તસવીરો સામે આવશે.
View this post on Instagram