અમદાવાદના યુવકને UKમાં કોર્ટે 23 વર્ષ ની સજા ફટકારી ! ગુનો જાણી સ્વાસ અધ્ધર થઈ જશે
હાલમાં જ અમેરીકામાં એક એવો કિસ્સો બન્યો છે કે, જાણીને તમે પણ ચોંકી જશો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના યુવકને યુકે કોર્ટે 23 વર્ષની જેલની સજા ફટકારી છે.
ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ક્યાં કારણોસર આ યુવાનને આટલા વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, 37 વર્ષીય સતપ્રીત સિંહ ગાંધીએ તેની પત્ની હરલીન કૌરનું ચાકૂના ઘા મારી મર્ડર કર્યું હતું. હરલીન યુકેના હેડિંગ્લેના વિક્ટોરિયા રોડ પર એક ફ્લેટમાં રહેતી હતી. તેનું મર્ડર 5 સપ્ટેમ્બર 2021ના રોજ કરવામાં આવ્યું હતું.
હરલીન સતપ્રીતની પહેલી પત્નીની નાની બહેન હતી. મોટી બહેનનું 2015માં હાર્ટ અટેકમાં અવસાન થતાં તેના દીકરાની સંભાળ રાખવા માટે તે સતપ્રીતને પરણી હતી.
લગ્ન બાદ હરલીને પણ એક દીકરાને જન્મ આપ્યો હતો. યુકે શિફ્ટ થતાં પહેલા હરલીન અને સતપ્રીત પાંચ વર્ષ સુધી અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહ્યા હતા. અમદાવાદમાં મોબાઈલની દુકાન ચલાવતો સતપ્રીત ગમે તેમ કરીને યુકે જવા માગતો હતો. તેની પત્ની હરલીનને યુકેમાં MBA કરવા માટે સ્ટૂડન્ટ વિઝા મળ્યા હતા. જેની સાથે સતપ્રીત પણ ત્યાં ગયો હતો અને ફુડ ડિલિવરીનું કામ કરતો હતો.
સતપ્રીતે હરલીનનું પૂરા પ્લાન સાથે પોતાની પત્નીનું મર્ડર કર્યું હોવાનો પણ એકામે આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સતપ્રીતે તેના પરિવારજનોને ધમકી આપતા મેસેજ પણ કર્યા હતા. તે એવું કહેતો હતો કે જો બાળકોનું સરખી રીતે ધ્યાન ના રાખ્યું તો તમારો આખો પરિવાર ખતમ થઈ જશે. હરલીનના પરિવારજનોને તો હવે એવી પણ શંકા છે કે તેમની મોટી દીકરી બહેન સિમરનની પણ આવી જ રીતે હત્યા થઈ હોઈ શકે છે.
પીએમ રિપોર્ટમાં છાતીમાં ધારદાર હથિયારનો ઘા વાગવાથી હરલીનનું મોત થયાનું ખૂલ્યું હતું. પીએમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે વેસ્ટ યોર્કશાયર પોલીસે સતપ્રીતની ધરપકડ કરી સતપ્રીત એક સ્ટોરમાંથી 28 ઓગસ્ટના રોજ ચાકૂ ખરીદતો હોવાના સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા હતા. એટલું જ નહીં, તે હરલીનનો ફ્લેટ જે બિલ્ડિંગમાં હતો તેના બેસમેન્ટમાંથી સાંજે સાડા છ વાગ્યે નીકળતો જોવા મળ્યો તમામ તપાસ કર્યા બાદ કોર્ટે યુવકને 23 વર્ષ અને ચાર મહિનાની સજા આપી છે.