India

ખાન સરે જીવનમાં કર્યો છે ખુબ સંઘર્ષ ! આર્મીમાં જવાનું સપનું હતું પણ હાથને લીધે સપનું અધૂરું, હવે યુટ્યુબ પર છે 19 મિલિયન સબસ્ક્રાઈબર…..

ખાન સર, મિત્રો તમે આ નામ તો કોઈને કોઈ વખત તો સાંભળ્યું જ હશે. કપિલ શર્મા શો તથા યુટ્યુબના સંદીપ માહેશ્વરી હોય તમામ લોકોએ આ વ્યક્તિની મુલાકાત લઇ ચૂકેલ છે અને તેના જીવન સંઘર્ષ વિશેની કહાની જાણી છે. આજના આ લેખના માધ્યમથી અમે ખાન સર વિશેની અમુક અંગત વાતો વિશે જણાવાના છીએ જેનાથી ઘણા ઓછા લોકો પરિચિત હશે. ખાન સરના હાલ યુટ્યુબ પર 19 મિલિયન સબસ્ક્રાઈબર છે જે ખુબ મોટી વાત કહેવાય, હાલ તેઓ પોતાના વિડીયો દ્વારા અનેક વિધાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે.

જણાવી દઈએ કે ખાન સરનું પુરુનામ ફૈજલ ખાન છે જે મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના એક મધ્યમ વર્ગીય પરિવારથી તાલ્લુક ધરાવે છે. વધતી પ્રસિદ્ધિ ને ધ્યાનમાં રાખી લોકો ધીરે ધીરે વિધાર્થીઓ ફૈજલ ખાનને ‘ખાન સર’ તરીકે ઓળખવા લાગ્યા. ફૈજલ ખાનથી ખાન સર બનવા સુધીની સફર તેઓની આસાન રહી નથી. ખાન સર પોતાનું શિક્ષણ શૈલીને કારણે હાલ આખા ભારતની અંદર પ્રસિદ્ધ છે, આજ કારણ છે કે હાલ તેઓના યુટ્યુબ પર 19 મિલિયન સબસ્ક્રાઈબર છે.

ખાન સરના પરિવાર વિશે જો વાત કરવામાં આવે તો તેઓના પિતા સેનાના જવાન છે, એટલું જ નહીં તેઓનો મોટો ભાઈ પણ સેનામાં ભરતી છે. આથી જ ખાન સરનું પણ સપનું હતું કે તે પણ પોતાના ભાઈ અને પિતાની જેમ જ સૈનામાં ભરતી થાય અને દેશની સેવા કરે પરંતુ તેઓના એક હાથ આડો હોવાને લીધે તેઓ પોતાનું આ સપનું પૂર્ણ ન થયું. તેમ છતાં તેઓએ હાર ન માની અને પોતાની મેહનત શરૂ રાખી અને ધીરે ધીરે પોતે વિધાર્થીઓને અભ્યાસ કરવાનો શરૂ કર્યો.

આર્થિક આવકના કામને લીધે, તે આગળ કંઈ કરી શક્યો ન હતો, અને સામાન્ય શાળામાંથી મેટ્રિક અને મધ્યવર્તી અભ્યાસને કારણે તેના માટે આગળ વધવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. તેની સમસ્યામાં સોનુ, હેમંત, પવન નામના તેના ત્રણ મિત્રોએ તેને ઘણો સાથ આપ્યો. એવામાં ખાન સરને જ્યારે વિધાર્થીઓને ભણાવાનો મોકો મળ્યો તો તેઓએ બંને હાથોથી આ મોકાને પકડ્યો હતો. જે બાદ સારો અભ્યાસ જોતા ધીરે ધીરે વિધાર્થીઓની સંખ્યા વધતી ગઈ.

વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાન સરે પોતાનું એક કોચિંગ સેન્ટરની શરૂઆત કરી જેને KHAN GS RESEARCH નામ આપ્યું, અહીં તેઓ મધ્યમવર્ગીય તથા અનેક ગરીબ વિધાર્થીઓને ભણાવતા જેને ભણવાની લલ હોય. એવામાં આ કોચિંગ સેન્ટર ખુબ સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ કોરોના કાળ આવી જતા ખાન સર પર ફરી વખત મુશ્કેલીના વાદળો મંડરાયા હતા, તેમ છતાં તેઓએ હાર ન માની અને ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યું.

ખાન સરે પોતાની મેહનતથી અભ્યાસના વિડીયો બનાવા લાગ્યા અને યુટ્યુબ પર અપલોડ કરવા લાગ્યા,એકાએક જ તેઓનો ભણાવાની શૈલી ફક્ત તેઓના રાજ્યમાં કે તેઓના કોચિંગમાં જ નહીં પણ આખા દેશમાં પ્રસિદ્ધ થઇ ગઈ. હાલ હવે ખાન સરની યુટ્યુબ ચેનલ પર મિલિયનમાં સબસ્ક્રાઈબર છે. વર્તમાન સમયમાં ખાન સરને ન તો કોઈ ઓળખ કે પહેચાનની પણ જરૂર નથી. આખા દેશમાં તેઓને સૌ કોઈ ઓળખે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!