Entertainment

ગુજરાતી ફિલ્મ ‘નાડીદોષ’ અને ‘રાડો’ના પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ ! જાણો વિગતે

હાલમાં જ ગુજરાતી સિનેમા પણ બૉલીવુડ જેવા બનાવો સામે આવ્યા છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, શૉબિઝના નામથી નાડીદોષ, રાડો અને લોચા લાપસી સહિત પંજાબી અને મરાઠી ફિલ્મો પ્રોડ્યુસ કરીને જાણીતા થયેલા પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોન્ઝી સ્કીમ બનાવી રૂપિયા 65 લાખની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો હતો.

ચાલો અમે આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ.
સુરત શહેરના વેસુમાં શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝ નામથી ઓફિસ શરૂ કરીને રોકાણની વિવિધ સ્કીમ્સ રજૂ કરનારા સંચાલકો ભાગી ગયા છે. આ કંપનીએ રોકાણ સામે માસિક 4 ટકાના વળતરની લોભામણી જાહેરાત કરીને એજન્ટ મારફતે બજારમાંથી કરોડો રૂપિયા છેતરી લીધા.

મુન્ના અને તેના 6 સાગરિતોએ રોકાણકારોને મહિને 4 ટકાના વળતરની લાલચ આપીને વિવિધ સ્કીમોના નામે કરોડોનું કૌભાંડ કર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે. પોલીસે આ ટોળકીના 3 સાગરિતોને ઝડપી લીધા હતા. અહીં નોંધનીય છે કે પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ છે.

સુરતમાં અડાજણ ભરૂચા સોસાયટીમાં રહેતા રેખાબહેન અને તેમના ભત્રીજા સહિત 25 લોકો સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. શુકુલ ગ્રુપ ઓફ કંપનીના નામે શુકુલ વેલ્થ એડવાઈઝરી, શુકુલ વેલ્થ ક્રિએટરના બેનર હેઠળ મની ફાઉન્ડર અને ડેઈલી ગેટની સ્કીમ ચલાવી રોકાણ કરવા માટે આકર્ષ્યા હતા.

આ કંપનીમાં રોકાણ કરવાથી મહિને 4થી 5 ટકા જેટલું વ્યાજ મળશે. આ કંપની રજીસ્ટર્ડ થયેલી છે, બધાને સમયસર પૈસા પણ આપતી હોવાની વાત કરીને તેઓને ભરોસામાં લીધા હતા.
બધું મળીને કુલ 25 લોકોએ કરેલા 65 લાખ રૂપિયાનું રોકાણ લઈ કંપની બંધ કરી દેતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ સમગ્ર ગુનાની તપાસ કરી રહેલી ઈકો સેલની ટીમે હેપ્પી કાનાણી, મયુર નાવડિયા અને વિમલ પંચાલને દબોચી લીધા હતા. સુરત પોલીસે મુન્નાને શોધવા માટે પણ ટીમ રવાના કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!