Gujarat

શરીર સુખ માણવાને બદલે પત્ની પતિ ખેંગાર બરવાડને ખેતર મા લઈ ગઈ અને લોખંડના સળીયા મારી ઢીમ ઢાળી દીધુ… હત્યાનુ કારણ જાણી આંચકો લાગશે

ગાંધીના ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોની વાત કરીએ તો ગુનાહિત પ્રવૃતિઓ વધતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ રોજબરોજના અનેક એવા હત્યા, લૂંટફાંટ કે બીજા કોઈ ગુનાહિત પ્રવૃતિઓની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણે પણ હક્કા બક્કા રહી જતા હોઈએ છીએ. ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાંથી હત્યાની એક ખુબ જ ચોંકાવી દેતી ઘટના સામે આવી હતી જેમાં એક પત્નીએ પોતાના જ પતિનું ઢીમ ઢાળી દીધું હતું. હાલ આ ઘટનાની આરોપી પત્ની વિરુદ્ધ કોર્ટે પોતાનો ચુકાદો આપતા આજીવન કેદની સજા આપી છે.

જણાવી દઈએ કે કપડવંજ તાલુકામાંથી 14 ફેબ્રુઆરી 2019ના રોજ આ ઘટના સામે આવી હતી. મૃતક પતિનું નામ ખેંગારભાઈ મહીજભાઈ ભરવાડ હતું, ખેંગારભાઈના લગ્ન સમાજના રીતિ રિવાજ મુજ સાટા રીતેથી કમુબેન સાથે થયા હતા જયારે ખેંગારભાઈની બેનના લગ્ન કમુબેન ભાઈ સાથે થયા હતા. આરોપી કમુબેનના લગ્ન થઈ ગયા હોવા છતાં તેઓનું રાજદીપ બહાદુર મકવાણા નામના યુવક સાથે આડાસંબંધ હોય પરંતુ સાટા લગ્ન કર્યા હોવાને લીધે છુટાચેડાં પણ ન થઇ શકતા હોવાને કારણે કમુબેને પતિના મૌતનું આવું કારસ્તાન રચ્યું હતું.

કમુબેન પતિ ખેંગારભાઈથી છુટકારો મેળવા માટે 14 ફેબ્રુઆરી 2019ના રોજ ફાગવેલ દર્શન કરવા જવાનું કહ્યું હતું. કમુબેનનો પ્લાન જ હતો કે તે તેના પ્રેમ સબંધમાં નડતા પતિને રસ્તા માંથી હટાવી દેશે આથી જ તેણે પાડોશી ભોપાભાઇ મહીજભાઈ ભરવાડના ઘરમાંથી ચોરી છુપે લોખંડનો એક સળીયો થેલીમાં છુપાવી દીધો. આ બાદ જયારે ફાગવેલ દર્શન કરીને જયારે ખેંગાર ભાઈ અને કમુબેન પોતાના વાહન GJ 7 BQ 7373 ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ કમુબેને પોતાના ષડયંત્ર અનુસાર પતિને શરીરીસુખ માણવાની લાલચ આપીને ખેંગારભાઈને નવામુવાડા તરફ જતા કાચા રોડ પર આવેલ તુલસીભાઇ પુંજાભાઈ પટેલના વાળિયારીના ખેતરમાં લઇ ગઈ અને ત્યાં બંનેએ વેફરનો નાસ્તો કર્યો. એવામાં કમુબેન ખેતરમાં કોઈ માણસ નથી તેવું કહીને પોતાની થેલી લઈને ઉભા થઇ ગયા હતા જયારે ખેંગારભાઈ જમીન પર જ બેઠેલા હતા. આવો મોકો જોતા જ કમુબેને થેલીમાંથી લોખંડનો સળીયો કાઢીને ખેંગારભાઈના માથાના ભાગ તથા શરીરના બીજા ભાગોમાં 26 જેટલા ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું.

પોતાના પતિની હત્યા કર્યા બાદ કમુબેને પુરાવા ન મળે તે રીતે મોટર સાઇકલને ખેતમાં આડુ પાડી દીધું. ઘરે શું કેશે તે અંગે પણ કમુબેને પોતાની મનગનત કહાની તૈયાર કરી નાખી હતી. કમુબેને ઘરે જણાવ્યું કે બે અજાણ્યા શખ્સોએ તેના પર લૂંટ ચલાવી હતી, એવામાં ખેંગારભાઈ અન્ય લોકોને બોલાવા જતા આ લૂંટારુઓ તેમની સોનાની સેર અને બ્યુટી લઈને ફરાર થયા હતા, આવી સ્ટોરી કમુબેને પોતાના સાસરિયા પક્ષના લોકોને જણાવી હતી. પરંતુ કપડવંજ પોલીસે કડક તપાસ કરતા કમુબેનનો ભાંડો ફૂટી ગયો હતો.

આ બાદ કમુબેને જ પતિ ખેંગારભાઈની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે કમુબેન વિરુદ્ધ ઈ.પી.કો.કલમ 302,301 લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેનો ચુકાદો હાલ આવ્યો છે. કપડવંજના સેસન્સ જજ વી.પી.અગ્રવાલે તમામ પુરાવાને ધ્યાનમાં રાખતા કમુબેનને આજીવન કેદ તથા 11 હજાર રૂપિયા દંડની સજા ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!