Entertainment

આ તારીખે ખોડલધામમાં ભવ્ય ઉત્સવની યોજાશે ! જુઓ ડ્રોન નજારો કેવુ ભવ્ય આયોજન છે.

ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર એટલે મા ખોડલનું પરમ ધામ કાગવડ.આપણે સૌ કોઈ જાણીએ છે કે કાગવડ ધામ અતિ ભવ્ય અને શાનદાર છે. હાલમાં જ આ મંદિરો અતિ ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કારણ કે ખોડલધામ મંદિરની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાના આવતીકાલે 6 વર્ષ પુરા થશે અને 7 માં વર્ષમાં પ્રવેશ દરમીયાન કન્વીનરો અને સ્વયંસેવક મીટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શુભ અવસરે આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મંદિરમાં ધ્વજારોહણ થશે. 7માં પાટોત્સવ નિમિતે મંદિર પરિસરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. ખોડલમાતાજીના પાટોત્સવ દરમિયાન લાખો ભક્તો દર્શનાર્થે પધારશે જેથી વ્યવસ્થાના ભાગરૂપે 4000 થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.

સૌથી ખાસ વાત એ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ, ધારાસભ્યો, ઉપસ્થિત રહેવાના છે. ત્યારે ખોડલધામ મંદિર ખાતે 5 DYSP, 7 PI, 54 PSI, 500 પોલીસ જવાનો સહિત 700 જેટલા પોલીસસ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખોડિયાર માતાજીના દર્શન કરી ધ્વજા ચડાવામાં આવશે. ત્યારબાદ કેમ્પસમાં કન્વીનરો અને સ્વયંસેવકના કાર્યક્રમમાં ઉપસ્થિત થશે. જ્યાં ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે.

ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય ત્યારે તેઓને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!