અમદાવાદ શહેરમાં ધોળા દિવસે પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ ! અપહરણ કરનાર બીજું કોઈ નહીં પણ…જુઓ આ સીસીટીવી ફૂટેજ
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાંથી અનેક એવી ગુનાહિત પ્રવૃતિઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. એવામાં શહેરમાંથી એક ધોળા દિવસે અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં એકદમ ફિલ્મી અંદાજે આ અપહરણ કરવામાં આવ્યું હતું જેના સીસીટીવી વિડીયો હાલ સામે આવ્યા છે. આ સીસીટીવીના આધારે સ્થાનિક પોલીસે ઘટનાના આરોપી તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
શહેરના સરદાનગર વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે જેમાં પ્રેમ લગ્ન કરેલ યુવતીનું એક દમ ફિલ્મી અંદાજે અપહરણ કરી લેવામાં આવ્યું હતું, પત્નીનું અપહરણ થતા પતિએ પત્નીના અપહરણ અંગેની ફરિયાદ સરદાનગર પોલીસને કરી હતી જે બાદ પોલીસ એક્શન મોડમાં આવી તપાસ હાથ ધરી હતી.યુવતીનાના પતિએ હાલ એવો આરોપ લગાવ્યો છે કે તેની પત્નીને બીજું કોઈ નહીં પણ તેના જ પરિવારજનો આગવા કરી ગયા છે.
પીડિતાના પતિએ પોલીસને જણાવ્યું કે તેણે પ્રેમ લગ્ન કર્યા હોવાને લીધે યુવતીના પરિવારજનો બંનેના જીવન તરસ્યા બન્યા હતા અને હાલ તેઓ બંનેની હત્યા કરવા માંગે છે, યુવકે હિતેન્દ્રસિંહ ચંપાવત નામના પોલીસકર્મી પર પણ આરોપ લાગવ્યો છે. જાણવા મળ્યું છે કે 27 વર્ષીય આ યુવક મૂળ અરવલ્લી જિલ્લાનો રહેવાસી છે. યુવકના ગામડે ફળિયાની પાસે ચૌધરી પરિવાર રહેતો હતો.
એવામાં ચૌધરી પરિવારની જ એક દીકરી સાથે આ યુવકની આંખ મળી જતા બંને વચ્ચે ગાઢ પ્રેમ થયો હતો જે બાદ તેઓ 9 ડિસેમ્બરના રોજ ઘરેથી ભાગી ગયા અને હિન્દૂ રીતિરિવાજો અનુસાર લગ્ન પણ કરી લીધા. લગ્ન બાદ પતિ-પત્ની એક સાથે જ રહેતા હતા. શુક્રવારના રોજ બપોરે જયારે 1 વાગ્યાના ટકોરે બંને જણા સરદાનગરમાં રહેતા એક મિત્રના ઘરે મળવા ગયા હતા ત્યાં 3 વાગ્યાની આજુબાજુ અચાનક જ અજાણ્યા શખ્સોએ આવીને પીડિતના મિત્રને માર માર્યો હતો.
મારામારી થતા તે ઘરમાં ચૌધરી યુવતીના પિતા પણ ઘરમાં આવી ચુક્યા હતા અને ફરિયાદી યુવક સાથે બોલાચાલી કરીને તેને ઢોર માર્યો હતો, આવું કર્યા બાદ આ શખ્સો બ્લેક કલરની ક્રેટાની અંદર આ ચૌધરી યુવતીનું અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. આ પુરી ઘટના સીસીટીવી વિડીયોમાં કેદ થતા પોલીસે ગાડીની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી.
અમદાવાદઃ પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ, ફિલ્મી ઢબે કારમાં બેસાડી અપહરણ કરાયું#Ahmedabad #Gujarat pic.twitter.com/DBXl4oUpJE
— News18Gujarati (@News18Guj) January 21, 2023
