Gujarat

સુરત મા મહીલા ત્રીજે માળેથી નીચે પટકાતા દર્દનાક મોત થયું ! સમગ્ર ઘટના cctv મા કેદ…જુઓ વિડીઓ

હાલ ના સમય મા સુરત માથી ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે ત્યાર ફરી સુરત શહેર માથી એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે જેમા એક મહીલા ફ્લેટ ના ત્રીજા માળાથી નીચે પટકાતા મહીલા નુ કમકમાટીભર્યુ મોત થયું હતુ જ્યારે આ સમગ્ર ઘટના મામલે અરેરાટી મચી જવા પામી હતી.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર સુરત શહેર ના ડીંડોલી એક દર્દનાક ઘટના સામે આવી છે જયા ઉમિયા ફ્લેટના ત્રીજા માળે સાફ સફાઈ કરતી મહીલા અચાનક જ નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે મહીલા ને સારવાર માટે ખસેડવા મહીલા નુ આખરે મોત થયું હતુ.

ઘટના અંગે વધુમા જાણવા મળેલ કે મહિલા ની અંદાજીત ઉમર 35 થી 40 વર્ષ ની છે. અને સફાઈ નુ કામ કરતી વખતે સંતુલન ગુમાવતા આ ઘટના બની છે. જ્યારે ઘટના મા મરણજનાર મહીલા નુ નામ ભારતીબેન જાણવા મળેલ અને આ સમગ્ર ઘટના ફ્લેટ ના પાર્કિંગ મા લાગેલા કેમેરા મા કેદ થઈ હતી જ્યારે ઘટના અંગે ડીંડોલી પોલીસ એ અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!